આવતીકાલે Amazon પર સેલ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ

News18 Gujarati
Updated: July 14, 2019, 4:52 PM IST
આવતીકાલે Amazon પર સેલ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ
ઇ-કોમર્સ કંપની અમેઝોન પર સેલમાં 1000 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.

ચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.

  • Share this:
એમેઝોન દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના પ્રાઇમ સબસ્ક્રાઇબર્સ માટે પ્રાઇમ ડે સેલ લઇને આવી રહ્યું છે. આ પ્રાઇમ ડે સેલ 2 દિવસ એટલે કે 15 અને 16 જુલાઇ સુધી ચાલશે. જો કે કંપનીએ આ વખતે સેલ 48 કલાક સુધી રાખવાની જાહેરાત કરી છે. ભારતમાં એમેઝોનનું આ ત્રીજુ પ્રાઈમ ડે સેલ અને ગ્લોબલી પાંચમું સેલ છે.

ઇ-કોમર્સ કંપની અમેઝોન પર સેલમાં 1000 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.

પ્રાઈમ ડે સેલમાં એમેઝન ભારતમાં 1 હજારથી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરશે તો અન્ય સેલની વાત કરીએ તો વન પ્લસ, એમેઝોન બેઝિક્સ, સેમસંગ, ઈન્ટેલ સહિતની અન્ય બ્રાન્ડ્ઝની નવી પ્રોડક્ટ ઓફર કરવામાં આવશે. આ સેલમાં એલજીનો નવો W30 સ્માર્ટ ફોન, સેમસંગ ગેલેક્સી M40નું નવી કોકટેલ ઓરેન્જ કલર વેરિયન્ટ, JBLનું નવું ઓડિયો ગિયર અને 4K ટીવી સામેલ છે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં લોકોને 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.

આ પણ વાંચો: Redmi K20 અને K20 Proનું બૂકિંગ શરુ, આપવા પડશે માત્ર 855 રુપિયા

ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા પ્રકારની સામે બે કલાકમાં ફાસ્ટ ડિલીવરીની સુવિધા આપવામાં આવે છે. અમેઝોન ઇન્ડીયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કંટ્રી મેનેજર, અમિત અગ્રવાલે કહ્યું કે ''પ્રાઇમ સભ્યો માટે અમારો સૌથી મોટો તહેવાર શરૂ થઇ ગયો છે. અમારા સભ્યો ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘણુ બધુ પ્રાપ્ત કરી શકશે. પ્રાઇમ મેંમરશિપનો ચાર્જ 129 રૂપિયા દર મહિને છે.
First published: July 14, 2019, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading