Diwali 2020: આ રીતે જબરદસ્ત આવશે Diwali ફોટો, જાણીલો મોબાઈલમાં ફોટોગ્રાફીની આ 10 Tips

Diwali 2020: આ રીતે જબરદસ્ત આવશે Diwali ફોટો, જાણીલો મોબાઈલમાં ફોટોગ્રાફીની આ 10 Tips
પ્રતિકાત્મક તસવીર

તહેવારોમાં ફોટાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આપણે બધા રંગીન અને તેજસ્વી નવા કપડા પહેરીએ છીએ, મીઠાઇ ખાઈએ છીએ અને સૌથી મહત્વની વસ્તુ Photos લઈએ છીએ

 • Share this:
  આ વખતની દિવાળી દર વખત કરતા થોડી અલગ હશે, કારણ કે લોકો કોરોના સમયગાળાને કારણે લોકો દિવાળીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવશે. આ સમયે લોકો ઘરે રહીને દરેકની સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તહેવારોમાં ફોટાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આજે, દેશભરમાં દિવાળી જોરથી ઉજવવામાં આવી રહી છે, આપણે બધા રંગીન અને તેજસ્વી નવા કપડા પહેરીએ છીએ, મીઠાઇ ખાઈએ છીએ અને સૌથી મહત્વની વસ્તુ Photos લઈએ છીએ. ફોટો ખુબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે યાદગીરી માટે રાખવામાં આવે છે, તે આપણી જૂની યાદોને તાજી કરે છે. તો ચાલો તમને ફોટોગ્રાફીની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીએ, જેથી તમારા દિવાળીના ફોટા જુદા દેખાશે.

  કોઈ પણ વસ્તુનો ફોટો પાડતા ક્લિક કરીને ખૂબ ઝૂમ કરશો નહીં. આવું કરવાથી, ફોટોનો રીઝોલ્યુશન બગડે છે અને ચિત્રની ગુણવત્તાને અસર થાય છે.  - દિવાળીના ફોટામાં ખુબ લાઈટ હોય છે. આવા કિસ્સામાં, મેન્યુઅલ અને પ્રો મોડનો ઉપયોગ કરો, જેથી રંગનું તાપમાન અને એક્સપોઝરને એડજસ્ટ કરી શકાય.

  - દિવાળી પર લેન્ડસ્કેપ મોડમાં ફોટા ક્લિક કરો, જેમાં ફ્રેમમાં વધુ વસ્તુઓ આવરી લેવામાં આવે છે.

  - પ્રકાશનો સંપૂર્ણ ફોટો લેવો હંમેશાં થોડો મુશ્કેલ હોય છે. તેથી જો તમે પ્રકાશનાં ફોટાને ક્લિક કરી રહ્યાં છો, તો પછી સેલ્ફ-ટાઇમર અથવા ટ્રાઇપોડનો ઉપયોગ કરો જેથી ફોટો હલી ન જાય.

  - દિવાળીના ફોટાને ક્લિક કરવા માટે હંમેશા નાઇટ મોડનો ઉપયોગ કરો. તેનાથી આપમેળે શટર સ્પીડ ઘટી જાય છે, જેથી વધુ લાઈટ કેપ્ચર થાય છે.

  - વધુ સ્પષ્ટ અને સચોટ ફોટો ક્લિક કરવા માટે મેન્યુઅલી એક્સપોઝરને ઘટાડો.

  - ગ્રુપ ફોટો માટે સેમિસર્કલમાં ઉભા રહેવાથી ફોટો પરફેક્ટ આવે છે.

  - ફોટા ક્લિક કરીને, બેકગ્રાઉન્ડમાં દીવો, લાઈટ જેવા પ્રોપનો ઉપયોગ કરો. જેનાથી તમારા ફોટાઓને પ્રોપર ઉત્સવ અવસર મળશે.

  - આજકાલ મોટેભાગના મોબાઇલ ફોનમાં બોકેહ ઇફેક્ટ આવી રહી છે. આ એક એવી ઈફેક્ટ છે, જેનાથી બેકગ્રાઉન્ડની વસ્તુ બ્લર દેખાય છે. જો તમે મિડ-રેન્જથી ઉપરનો કોઈ ફોન વાપરો છો, તો પછી તમે Portrait Modeનો ઉપયોગ કરી શકો છો. આ ફોટાઓને સારો દેખાવ આપશે.

  ફટાકડા એટલે કે જો તમે સળગી રહેલા ફટાકડાનો ફોટો લેવા માંગો છો, તો સ્લો-મો મોડનો ઉપયોગ કરો. તે જોવામાં ખૂબ જ યુનિક લાગે છે.
  Published by:kiran mehta
  First published:November 15, 2020, 00:16 am

  टॉप स्टोरीज