Home /News /tech /Android Phoneમાં ઑફલાઇન ગેમમાં આવતી Advertisementને આવી રીતે કરો Block
Android Phoneમાં ઑફલાઇન ગેમમાં આવતી Advertisementને આવી રીતે કરો Block
ઑફલાઈન ગેમમાં આવતી જાહેર ખબર (પ્રતિકાત્મક તસવીર)
Mobile game: જે ગેમ ઇન્ટરનેટ વગર પણ રમી શકાય તેને ઑફલાઇન ગેમ્સ કહેવામાં આવે છે. આવી ગેમ રમવા માટે વાઇફાઇ કે મોબાઈલ ડેટા કનેક્શન (internet connectivity)ની જરૂર રહેતી નથી.
મુંબઈ: સ્માર્ટફોનમાં ગેમ (Games in Smartphone) રમતી વખતે વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો (Advertisement)ના કારણે ગેમ રમવાની મજા બગડી જાય છે. આવી જાહેરાતોથી બચવા માટે યૂઝર્સ પેઈડ વર્જન ખરીદી લે છે. જોકે, અહીં યાદ રાખવું કે, વર્તમાન સમયે આવતા એન્ડ્રોઇડ સ્માર્ટફોન (android phone)માં ઑફલાઇન ગેમ્સ કે એપ્સમાં જાહેરાતો બંધ કરવાનો વિકલ્પ આપવમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જે ગેમ ઇન્ટરનેટ વગર પણ રમી શકાય તેને ઑફલાઇન ગેમ્સ કહેવામાં આવે છે. આવી ગેમ રમવા માટે વાઇફાઇ કે મોબાઈલ ડેટા કનેક્શન (internet connectivity)ની જરૂર રહેતી નથી. આ ગેમનો ડેટા ઓફલાઇન રહે છે.
પહેલા જાહેરાતો તમારા ડીવાઈસમાં ડાઉનલોડ કરવામાં આવે છે અને સમયાંતરે બતાવવામાં આવે છે. કોઈ ચોક્કસ ગેમ અથવા એપ્લિકેશનમાં ડેટા અને વાઇફાઇ એક્સેસને બ્લોક કરીને આનો લાભ કેવી રીતે લેવો તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
આવી છે પ્રોસેસ
એપને અનઇન્સ્ટોલ કરો અને ફરી ઇન્સ્ટોલ કરો, પણ તેને ઓપન કરશો નહીં. તમે એપ્સ કે ગેમ્સના સ્ટોરેજ ડેટા અને કેશેને પણ સાફ કરી શકો છો. રીઇન્સ્ટોલ કર્યા બાદ કે તેનો ડેટા હટાવ્યા બાદ ગેમ કે એપ ખોલશો નહીં.
હવે જે એપ કે ગેમમાં જાહેરાતો બંધ કરવાની છે તેના ઇન્ફોમાં જવાનું રહેશે. તમે તે વિકલ્પમાં સેટિંગના માધ્યમથી જઈ શકો છો. તમે એપ્લિકેશનના રિસેન્ટ એપ્સ કાર્ડ પર લાંબા સમય સુધી પ્રેસ કરીને પણ એપ ઇન્ફોને પસંદ કરી શકો છો.
એપ્લિકેશન ઇન્ફો પેજની અંદર, તમે નેટવર્ક, મોબાઇલ ડેટા અને વાઇફાઇ અથવા અન્ય સબ સેક્શન જોઈ શકો છો. હવે વાઇફાઇ અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટ હોય ત્યારે તમારે તે એપ્લિકેશનના ઇન્ટરનેટ એક્સેસને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ શોધવો પડશે. કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં બંનેથી કનેક્ટિવિટી એક સાથે પૂરી કરવા માટે માસ્ટર ટોગલ મળે છે.
હવે ત્યાં આપેલ સ્વીચ બંધ કરો જેથી તમારી એપ્લિકેશન/ગેમ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થશે નહીં. હવે તમે તમારી એપ્લિકેશન/ગેમ ખોલી શકો છો. તમને હવે કોઈ જાહેરાત જોવા મળશે નહીં. આ સરળ પદ્ધતિથી તમે ગેમ કે એપ્લિકેશનમાં અવારનવાર ખલેલ પહોંચાડતી એપને બંધ કરી શકો છો. જોકે, ગેમ કે એપ્લિકેશન ઓફલાઇન હોવી જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર