Tinder લોન્ચ કરવા જઈ રહ્યું છે વર્ચ્યુઅલ ઇન-એપ કરન્સીઃ રિપોર્ટ

કોઇન્સને રેગ્યુલર પૈસા દ્વારા ખરીદી શકાય છે, જે ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે.

Tech news: કંપનીને અપેક્ષા છે કે કોઇન્સ ટીન્ડરમાં એક સારો અનુભવ આપવામાં મદદરૂપ બનશે અને વર્ચ્યુઅલ કરન્સી ડિજીટલી ગિફ્ટ આપવાના સંદર્ભમાં ઉપયોગી બનશે.

  • Share this:
યુએસમાં સૌથી વધુ લોકપ્રિય ડેટિંગ એપ પર યુઝર્સને વધુ સમય સ્વાઇપ, સ્ક્રોલિંગ અને પૈસા ખર્ચવા માટે ટિન્ડર(Tinder) વર્ચ્યુઅલ કરન્સીની સુવિધા લોન્ચ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મેચ ગ્રુપની માલિકીની ટિન્ડર યુઝર્સને ડેટિંગ એપ  (Datting App) પર વધુ સમય વિતાવવા અને નિયમિત નાણાંની લેણદેણ માટે વર્ચ્યુઅલ કરન્સી (tinder virtual currency) લોન્ચ કરી રહી છે.

ઇન એપ કોઇન્સ શરૂઆતમાં ફક્ત ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ થશે અને ગ્રાહકો એપ્લિકેશન પર સક્રિય રહી અને તેમની પ્રોફાઇલ અપડેટ કરી તેને મેળવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કોઇન્સને રેગ્યુલર પૈસા દ્વારા ખરીદી શકાય છે, જે ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે. આ કોઇન્સનો ઉપયોગ સુપર લાઇક્સ અને બુસ્ટ જેવી ટિન્ડરની સુવિધાઓ મેળવવા માટે થઇ શકે છે. જે તમને સારો મેચ શોધવામાં મદદ કરે છે.

ઓગસ્ટમાં કંપનીના બીજા ક્વાર્ટરની કમાણીના કોલ દરમિયાન મેચ ગ્રુપના સીએફઓ ગેરી સ્વિડલરે જણાવ્યું કે, ટિન્ડર યુઝર્સની પેમેન્ટ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. મેચ ગ્રુપના સીઇઓ શાર દુબેએ આ જ કોલમાં જણાવ્યું હતું કે, કંપનીએ બીજા ક્વાર્ટરમાં નાના બજારોમાં ચલણ અંગે પરીક્ષણ કર્યુ હતું અને તેના પરીણામોથી અમને પ્રોત્સાહન મળ્યું હતું.

સ્વિડલરે બ્લૂમબર્ગને જણાવ્યા અનુસાર, કંપનીને અપેક્ષા છે કે કોઇન્સ ટીન્ડરમાં એક સારો અનુભવ આપવામાં મદદરૂપ બનશે અને વર્ચ્યુઅલ કરન્સી ડિજીટલી ગિફ્ટ આપવાના સંદર્ભમાં ઉપયોગી બનશે. સ્વિડલરે વધુમાં જણાવ્યું કે, કરન્સી એશિયામાં અમારા તેવા સભ્યોને સારી રીતે પ્રાપ્ત થશે, જેઓ સબ્સસ્ક્રિપ્શન પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ કરે છે.

એક પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, ટિન્ડર પહેલા ઓસ્ટ્રેલિયામાં વર્ચ્યુઅલ ચલણ લાવી રહ્યું છે કારણ કે ઓસ્ટ્રેલિયાનું માર્કેટ કંપનીનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરે છે. આપને જણાવી દઇએ કે, S&P 500 ઇન્ડેક્સમાં 16 ટકાની સરખામણીમાં મેચ ગ્રુપના શેર આ વર્ષે લગભગ 5 ટકા વધ્યા છે.

આ પણ વાંચો - વધુ શુધ્ધ હવા અને સાઈલન્ટ ફેન સાથે ડાયસનના બે નવા એર પ્યુરીફાયર થયા લોન્ચ, જોઇ લો તેની વિશેષતાઓ

ટિન્ડરની જેમ ફેસબુક પણ એક ફિટર લાવી રહ્યુ છે. જો તમે પોતાની જીવનમાં સાથીની શોધમાં છો તો તે માટે જલ્દી જ તમારો સહારો બનશે ફેસબુક. કારણ કે, હવે જીવનસાથીની શોધ માટે તમારે ન કોઈ ડેટિંગ એપ પર જવાની જરૂરિયાત પડશે અને ન તો મેટ્રોમોનિયલ સાઈટની મુલાકત લેવાની. હવે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે બ્રિટેન અને યૂરોપમાં પોતાની બહુપ્રતીક્ષિત ડેટિંસ સેવા ફેસબુક Dating લોન્ચ કરી આપી છે. તે માટે તમે ફેસબુક પર મિત્ર બનાવવાની સાથે જ જીવનસાથી પણ પસંદગી કરી શકશો.
Published by:Kaushal Pancholi
First published: