નવી દિલ્હી : ટીમ કુકના નામથી લગભગ દરેક ટેક્નોસેવી વ્યક્તિ પરિચિત હશે. ગઈકાલે VIVA ટેક સંમેલન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં એપલના સીઈઓ ટીમ કૂકે અનેક બાબતો પર પ્રકાશ ફેંક્યો હતો. આ સંમેલનને યુરોપનો સૌથી મોટો સ્ટાર્ટઅપ અને ટેક્નિકલ કાર્યક્રમ માનવામાં આવે છે. 30 મિનિટ જેટલી વાતચીત દરમિયાન એપલના સીઈઓએ પ્રાઈવેસી માટે એપલની પ્રતિબદ્ધતા, ઓગમેન્ટેડ રિયાલિટીનું ભવિષ્ય, એન્ડ્રોઇડ કરતા આઈઓએસ કઈ રીતે અલગ છે? તે સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.
કુકને પસંદ નથી "GAFA' !
પ્રાઈવેસી અંગે ચર્ચા કરતી વખતે ટીમ કૂકે કહ્યું કે, એપલ એક દાયકાથી પણ વધુ સમયથી પ્રાઇવેસીને વધુને વધુ સારી બનાવવા કામ કરી રહ્યું છે. કૂકે ઇન્ટરવ્યૂમાં "GAFA" વિશે પણ વાત કરી હતી. જે ફ્રાન્સમાં GOOGLE, Apple, facebook અને Amazonના સંકલન તરીકે વપરાતું ટૂંકું નામ છે. કૂકે કહ્યું કે, તેમને આ ટૂંકું નામ ગમતું નથી. કારણ કે તમામ કંપનીઓના જુદા જુદા વ્યવસાયિક મોડેલો અને મૂલ્યો હોય છે.
ટીમ કૂકે યુરોપના જીડીપીઆર અને એન્ડ્રોઇડ વિશે બોલતા પહેલા આઇફોન પર સાઈડલોઇડિંગના વિચાર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, એન્ડ્રોઇડમાં આઇઓએસ કરતા 47 ગણા વધુ માલવેર છે. તેમણે કહ્યું કે, આઇફોન પર કોઈ સાઈડલોડિંગ નથી જેથી આવું બને છે. અમે iOSને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે, એપ્લિકેશન્સ માટે ફક્ત એક જ સ્ટોર છે. આ સ્ટોર પર એપ્લિકેશનો પહોંચે તે પહેલાં તેના રિવ્યૂ કરવામાં આવે છે.
આ ચર્ચા દરમિયાન ટીમ કુકે એપલ સાથે જોડાયેલા અન્ય ઘણા વિષયો પર વાતચીત કરી હતી. તેમણે એપલે પ્રાઇવસી માટે કરેલા પ્રયત્નો વિશે વાત કરી હતી. જેને તેઓ એપલ, AR અને AIના ભવિષ્ય તરીકે જુએ છે. આ સાથે તેમણે હેલ્થકેર ટેકનોલોજી, એપલની નિષ્ફળતાઓ, એપલ કાર અને કોરોના રોગચાળા જેવા વિષયો પણ ચર્ચામાં આવરી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર