Home /News /tech /

TikTok પર શરુ થઇ નવી ચેલેન્જ, છોકરીએ હોઠ પર ગુંદર લગાવી બનાવ્યો વીડિયો

TikTok પર શરુ થઇ નવી ચેલેન્જ, છોકરીએ હોઠ પર ગુંદર લગાવી બનાવ્યો વીડિયો

7 લાખથી વધુ વખત આ વીડિયો જોવાઇ ચુક્યો છે.

ટિકટોક (TikTok) પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો સુપર-ગુંદરથી હોઠ ચોંટાડી રહ્યા છે.

    TikTok:  પર એક યૂઝર તેના હોઠ પર ગુંદર લગાવે છે અને વીડિયો પોસ્ટ કરે છે. આ વીડિયોમાં તેના હોઠ મોટા અને ફુલેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો પણ ટિકટોકની સાથે ટ્વિટર પર પણ વધુને વધુ વાયરલ થયો.

    ટિકટોક (TikTok) પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો સુપર-ગુંદરથી હોઠ ચોંટાડી રહ્યા છે. આ પડકાર માટે લોકો (Eyelash glue) આઈલેશ ગુંદર અથવા નેઇલ ગુંદર (nail glue)નો ઉપયોગ કરી રહ્યા છે. ન્યૂઝ પોર્ટલ ડેઝ્ડ ડિજિટલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ટિકટોક પર આ ચેલેન્જની શરુઆત ચોલેહેમક 4 નામના યૂઝરે શરુ કરી છે. આ યૂઝરે પોતાના હોઠ પર ગુંદર લગાવ્યો અને હોઠને ચોંટાડીને વીડિયો શેર કર્યો, આ વીડિયોમાં તેમના હોઠ મોટા અને ફુલેલા દેખાઇ રહ્યા છે.

    ટિકટોકનો આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જ્યાં હજારો લોકોએ તેની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું અને આ વીડિયો ટૂંક સમયમાં વાયરલ કરવામાં આવ્યો છે. કેટલાક યૂઝરે આ ચેલેન્જનો પ્રયાસ કરતી વખતે તેમના વીડિયો શેર કર્યા છે.



    એક યૂઝરે લખ્યું, ' ‘OMG, મેં આ કર્યું અને તેનાથી હોઠ મોટા દેખાય છે.'



    એક ટ્વિટર યૂઝરે લ્ખ્યું 'કલ્પના કરો કે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો અને ઘટનાથી તમારો હોઠ નીચે આવી ગયો.'


    આ વિડિયો અનેક દિવસો પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 9,000 થી વધુ ટિપ્પણીઓ મળી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन