TikTokની ખતરનાક ચેલેન્જ Viral, આંખોની કીકીઓ સાથે આ રીતે રમી રહ્યાં છે યૂઝર્સ

ટિકટોક પર 'Eye Challenge' શરૂ થઇ છે.

સોશિયલ મીડિયાએ (Social Media) લોકોની જીંદગી એટલી સરળ થઇ ગઇ છે કે એક જ ક્લિકમાં કોઇની પણ સાથે કોઇપણ કનેક્ટ થઇ જાય છે

  • Share this:
    સોશિયલ મીડિયાએ (Social Media) લોકોની જીંદગી એટલી સરળ થઇ ગઇ છે કે એક જ ક્લિકમાં કોઇની પણ સાથે કોઇપણ કનેક્ટ થઇ જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો વધારે એટલે પણ કરી રહ્યાં છે કારણ કે તેમની પાસે ટિકટોક (TikTok), ઇન્સ્ટાગ્રામ (Instagram), ફેસબુક (Facebook) જેવા પ્લેટફોર્મથી અજાણ્યા લોકો સુધી પહોંચવાની તક મળે છે. તેઓ થોડા જ સમયમાં પોપ્યુલર થઇ શકે છે. ટિકટોકની વાત કરીએ તો, અહીં લોકો ફનીની સાથે અજીબોગરીબ વસ્તુઓ કરીને પણ વાયરલ થઇ જાય છે.

    આજકાલ ટિકટોક પર કંઇક એવું જ જોવા મળી રહ્યું છે. જ્યાં ખતરનાક અને અજીબ ચેલેન્જ વાયરલ (TikTok challenge viral) થઇ રહી છે.
    @3ys7pb6nchange ur eye color w 1 filter!! i always use this #browneyes #blueeyes #s5 #foryoupage #duetthis♬ filter eyes trend - vvaalentinnaa



    વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોક આ વખતે તેના ખતરનાક ટ્રેન્ડ સાથે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. ટિકટોક પર 'Eye Challenge' શરૂ થયું છે. આ ચેલેન્જમાં યુઝર્સ તેમની આંખોની કીકી પર ફ્લેશ મારીને અને પછી ટિકટોકનાં S5 ફિલ્ટરનો ઉપયોગ કરીને આંખોનો રંગ બદલતો વીડિયો રેકોર્ડ કરે છે.
    @ammadanielaImagine if every brown eyed person out there liked this... (I went blind for this) #browneyes #eyes♬ bellyache (Marian Hill Remix) - Billie Eilish



    Mirro UKનાં રિપોર્ટ મુજબ, આ ટ્રેન્ડ એક ટિકટોક યૂઝર Maliabrooએ શરૂ કર્યું છે. તેણે વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, જો કોઈની આંખો ભૂરી છે, તો ટિકટોકનું S5 ફિલ્ટર તેમને વાદળી બનાવી દેશે.



    વીડિયોમાં યુવતીએ તેની આંખોનો રંગ બદલતા પણ બતાવે છે. આ પછી આ પડકાર પર વીડિયો સાથે આ ચેલેન્જ પણ ઘણી જ ઝડપથી ફેલાઈ રહી છે અને લોકો પણ ટ્રાય કરી રહ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published: