TikTokને રૂ. 40.39 કરોડનો દંડ, આ યુઝર્સના Video થશે ડિલીટ

TikTokને 40.39 કરોડનો દંડ ફટકારાયો

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ 5.7 મિલિયન એટલે કે 40.39 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ચીનની વીડિયો સ્ટ્રીમિંગ એપ TikTok પર અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ 5.7 મિલિયન એટલે કે 40.39 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. TikTok પર આરોપ છે કે, તેણે 13 વર્ષથી નાના બાળકો પાસેથી ગેરકાયદેસર રીતે તેમનું નામ, ઇમેલ એડ્રેસ, તસવીરો અને લોકેશનની માહિતી મેળવી છે. TikTokએ આ અંગે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, તે વહેલી તકે આ અંગે તથા સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. અમેરિકા દ્વારા કરવામાં આવેલો દંડ ફેડરલ ટ્રેડ કમિશન પ્રમાણે મ્યૂઝિકલીને પણ રિલેટ કરશે. કેમ કે, વર્ષ 2017માં મ્યૂઝિકલીને બાઇટ ડાન્સ એપ નામથી લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2018માં તેની TikTok સાથે ભાગદારી થઇ હતી.

    ત્યાં જ, ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ માહિતી આપી છે કે, TikTok તે તમામ બાળકોનો વીડિયો ડિલીટ કરશે, જેમની ઉંમર 13 વર્ષથી ઓછી છે. જોકે, TikTokનું કહેવું છે કે અમે સુરક્ષા અને બાળકોને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુકેમાં you are in control નામથી એક વીડિયો ટ્યુટોરિયલની શરૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આનો કેવી રીતે ઉપયોગ અને કન્ટ્રોલ કરો.

    એપે કહ્યું છે કે, જો ભારતીય યુઝર્સ તેને ડાઉનલોડ કરશે તો તેમને હવે એજ ગેટિંગ યુઝ કરવાનો વિકલ્પ મળશે. જેના માટે કંપનીએ 12થી વધારે એપમાં સ્ટોર રેટિંગને ઇનેબલ કર્યું છે. જેની સૌથી ખાસ વાત એ છે કે, આને પેરેન્ટ્સ પોતાની મરજી પ્રમાણે નક્કી કરશે.

    આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થયું 40 ઇંચનું આ સ્માર્ટ ટીવી, કિંમત 19 હજાર રુપિયાથી પણ ઓછી

    ભારતમાં વીડિયો શેરીંગ અને લાઇવ સ્ટ્રીમિંગ એપ્સના યુઝર્સની સંખ્યા અને બિઝનેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં માહિતી મળી રહી છે કે, હાલ લગભગ 5 કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી 40 ટકા યુઝર્સ ભારતીય છે. ઉલ્લેખનીય છે કે, ગુગલનો નિયમ છે કે આ એપ્સનો ઉપયોગ 13 વર્ષથી નાની ઉંમરના બાળકો ન કરે.
    Published by:Azhar Patangwala
    First published: