ભારતમાં પ્રતિબંધ બાદ પણ ફોનમાં ચાલી રહ્યું છે TikTok, લોકો કરી રહ્યા આ જુગાડ, જે ભારે પડી શકે છે

ભારતમાં પ્રતિબંધ બાદ પણ ફોનમાં ચાલી રહ્યું છે TikTok, લોકો કરી રહ્યા આ જુગાડ, જે ભારે પડી શકે છે
આ બધા વચ્ચે વોટ્સએપ પર એક apk ફાઈલની લિંક ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના દ્વારા કેટલાકના ફોનમાં ટિકટોક ડાઉનલોડ થઈ રહ્યું છે.

આ બધા વચ્ચે વોટ્સએપ પર એક apk ફાઈલની લિંક ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના દ્વારા કેટલાકના ફોનમાં ટિકટોક ડાઉનલોડ થઈ રહ્યું છે.

 • Share this:
  ચીનની ખુબ લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતમાં પ્રતિબંધ બાદ પણ કેટલાક લોકો તેનો પીછો નથી છોડી રહ્યા. સરકારે આ એપ પર પ્રતિબંધ તો લગાવી દીધુ, પરંતુ આ એપ હજુ પણ લોકોના ફોનમાં ઈન્સ્ટોલ છે અને કેટલાક યુઝર્સ તેને ઈન્સ્ટોલ કરી ઉપયોગ કરી રહ્યા છે.

  તો જોઈએ પ્રતિબંધ બાદ પણ લોકોના ફોનમાં આ એપ કેવી રીતે ચાલી રહી છે, અને શું તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે? ઉલ્લેખનીય છે કે, જ્યારથી ટિકટોક પર પ્રતિબંધ લાગ્યો છે, લોકો તેને યૂઝ કરવા અલગ-અલગ જુગાડ શોધી રહ્યા છે. કોઈ તેને APK ફાઈલ દ્વારા ડાઉનલોડ કરી રહ્યા છે તો કોઈ VPN દ્વારા એપને એક્સેસ કરવાની કોશિસ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગની રીત કામ નથી કરી રહી.  આ બધા વચ્ચે વોટ્સએપ પર એક apk ફાઈલની લિંક ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના દ્વારા કેટલાકના ફોનમાં ટિકટોક ડાઉનલોડ થઈ રહ્યું છે. જેવા આ લીંક પર યૂઝર ક્લિક કરે છે તો તેમનો ફોન unknown એપને પણ ઈન્સ્ટોલ કરવાની પરમિશન માંગે છે. હવે જ્યારે યૂઝર Settingમાં જઈ પરમિશન ઓન કરી દે છે તો તેને ઈન્સ્ટોલ કરવાનું ઓપ્શન મળી જાય છે, અને એપ સરળતાથી ફોનમાં કામ કરવા લાગે છે.

  તમને જાણીને હેરાની થશે કે, ડાઉનલોડ કર્યા બાદ લોકોને આ પહેલાની જેમ દેખાવા લાગે છે, જેના માટે તેમને કોઈ ટ્રિકનો અલગથી ઉપયોગ નથી કરવો પડતો.

  તમારા ફોન માટે ખતરો
  જે લોકો આ રીતનો ઉપયોગ કરીને ટિકટોક ચલાવી રહ્યા છે, કદાચ તેમને ખબર નહીં હોય કે, તે કેટલા મોટા ખતરાને નિમંત્રણ આપી રહ્યા છે. સૌથી પહેલા જણાવી દઈએ કે, જ્યારે કોઈ પણ ફાઈલ ઓફિશિયલી ના હોય અને તમે તેની apk ફાઈલનો ઉપયોગ કરી રહ્યા હોય તો, તમે એ નથી જાણી શકતા કે, તેમાં શું મોડિફિકેશન કરવામાં આવ્યા છે. એટલે કે સ્પષ્ટ છે કે, આનાથી તમારા મેલવેયર, સ્પાઈવેયર ઘુસી શકે છે. ત્યારબાદ તમારો પ્રાઈવેટ ડેટા apk ફાઈલ ડેવલપર પાસે ટ્રાન્સફર થઈ શકે છે.

  એટલું જ નહીં, તમે એ પણ ધ્યાન આપ્યું હશે કે, જ્યારે પણ આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરીએ છીએ તો એપ તમારી પાસે કેટલીક પરમિશન માંગે છે, જેમાં કેમેરા, ઓડિયો, ગેલરી, કોન્ટેક્ટ, લોકેશન જેવા ઓપ્શન હોય છે. તો તમે આ પરમિશનને Allow કરી દો છો તો ડેવલપરને ખબર પડી જાય છે કે, તમે ક્યાં જઈ રહ્યા છે, કોની સાથે વાત કરી રહ્યા છો. એટલે કે ડેવલપર ફોનનું પુરૂ એક્સેસ જતુ રહે છે.

  ભૂલથી પણ ન કરો ઈન્સ્ટોલ
  ઉલ્લેખનીય છે કે, જે apk ફાઈલ છે, તે અનઓફિશિયલ વર્ઝન છે. એવું બની શકે છે કે, તે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને બાયપાસ કરી તમને ટિકટોકનું એક્સેસ આપે છે. જોવામાં અને ઉપયોગ કરવામાં આ એપ બિલકુલ ઓરિઝનલ ટિકટોક જેવી જ લાગે છે, પરંતુ ભૂલથી પણ તેનો ઉપયોગ ન કરો કેમ કે, તેનાથી તમારા ડેટાને ખતરો રહે છે.
  Published by:kiran mehta
  First published:July 19, 2020, 00:06 am

  ટૉપ ન્યૂઝ