Home /News /tech /પ્રતિબંધ હટવા છતાં લોકો ડાઉનલોડ નથી કરી શકતા TikTok એપ

પ્રતિબંધ હટવા છતાં લોકો ડાઉનલોડ નથી કરી શકતા TikTok એપ

પ્રતિકાત્મક તસવીર

TikTok પરથી બેન હટી કગયો છે. હવે લોકો આ એપ ફરી ડાઉનલોડ કરી શકે છે. પણ હાલમાં પણ લોકો એપ ડાઉનલોડ નથી કરી શકતા, જાણો આ પાછળનું કારણ

ટેક્નોલોજી ડેસ્ક: ભારત સહિત દુનિયાનાં ઘણાં દેશોમાં પોપયુલર શોર્ટ વીડિયો એપ TikTok પર બેન હટ્યા બાદ પણ આ એપ્લિકેશન એપસ્ટોર પર ઉપલબ્ધ નથી. બુધવારે આ એપ પરથી બેન હટી ગયો હતો. પણ તેમ છતાં લોકો ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી તેને ડાઉનલોડ નથી કરી શકતાં. ઇલે્કટ્રોનિક્સ અને સૂચના મંત્રાલય  (MeitY) સાથે જોડાયેલાં સૂત્રોનું માનીયે તો, કોર્ટનાં આદેશ મળ્યા બાદ કંપની સાથે અધિકૃત વાતચીત કરવામાં આવશે. અને ત્યારે તેનાં પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે તરફથી મદ્રાસ હાઇકોર્ટે TikTok પરનો પ્રતિબંધ લાદવા પર કોઇ આદેશ ન આપવા પર ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલય (MeitY)એ ગૂગલ અને એપ્પલનાં એપસ્ટોર પર આ એપ હટાવવા કહ્યું હતું

એડવોકેટ મુથુકુમાર તરફથી ફાઇલ કરવામાં આવેલાં કેસ પર સુનાવણી કરતાં મદુરાયઇ બેંચે બુધવારે TikTok પરનો પ્રતિબંધ હટાવવાનાં આદેશ આપ્યા છે. આ કોર્ટે શરત રાખી છે કે આ પ્લેટફર્મ પર એવું કોન્ટેન્ટ અપલોડ ન થવું જોઇએ જે પોર્નોગ્રાફીથી જોડાયેલું હોય. અને આવી પરિસ્થિતિમાં 36 કલાકની અંદર એપે એક્શન લેવો પડશે. જો એપ આમ નહીં કરે તો કંટેપ્ટ ઓફ કોર્ટ પ્રોસિડિંગ શરૂ કરવામાં આવશએ.

TikTok ને સ્વામિત્વ વાળી કંપની ByteDanceનો દાવો છે કે, ભારતમાં TikTokનાં 120 મિલિયન મંથલી એક્ટિવ યૂઝર છે. ગત એક વર્ષમાં આ એપની પોપ્યુલારિટી લિસ્ટમાં ટોપ પર પહોંચી ગઇ છે. કંપનીએ પહેલાં આ એપ મ્યૂઝઇકલી નામથી લોન્ચ કરી હતી. બાદમાં તેનું નામ બદલીને TikTok રાખવામાં આવ્યું. રિપોર્ટ્સનું માનીયે તો, વર્તમાન સમયમાં આ એપ્લિકેશનને દુનિયાભરમાં આશરે 100 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ કંપનીનાં અધિકાર ચીની કંપની ByteDanceની પાસે છે. જે દુનિયામાં સૌથી વધુ વેલ્યૂ વાળી સ્ટાર્ટઅપ કંપનીમાંથી એક છે.

હજુ પણ એપસ્ટોર પર નથી મળતી TikTok
અમે પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર જઇને TikTok એપ સર્ચ કરી પણ અમને પણ આ એપ મળી નહીં. તેનાંથી સ્પષ્ટ થયુ કે, આ એપ હાલમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. જોકે તે અંગે ગૂગલ અને એપ્પલ તરફથી કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, મંત્રાલય તરફથી આદેશ મળ્યા બાદ એપને ફરી ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
First published:

Tags: Download, Google play store, Tiktok