નવી દિલ્હીઃ ભારતે સોમવાર રાત્રે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ લગાવી દીધી છે. સરકારના આ મોટા નિર્ણય બાદ પ્રચલિત એપ ટિકટૉક (TikTok) ને ગૂગલ પ્લે સ્ટોર (google play store)થી હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત તેને એપલ પ્લે સ્ટોર (apple play store) થી પણ ડિલીટ કરી દેવામાં આવી છે. પ્રતિબંધિત 59 એપ્સમાં ટિકટૉક સહિત UC બ્રાઉઝર, Shareit જેવી અનેક પ્રચલિત એપ્સ સામેલ છે. જાણકારી માટે જણાવી દઈએ કે સરકારે આ એપ્સ પર પ્રતિબંધ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી એક્ટની સેક્શન 69A હેઠળ લગાવ્યો છે.
આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે.
Tik Tok removed from Apple's App Store & Google Play Store. Government of India yesterday banned 59 apps "which are prejudicial to sovereignty and integrity of India, defence of India, security of the state and public order”. pic.twitter.com/f2LtyqXTtN
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ શત્રુતા રાખનારા તત્વો દ્વારા આ આંકડાઓનું સંકલન, તેની તપાસ અને પ્રોફાઇલિંગ અંતે ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આઘાત હોય છે, આ ખૂબ ચિંતાનો વિષય છે, જેની વિરુદ્ધ ઇમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે. આઈટી કાયદા અને નિયમોની કલમ 69A હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર