Home /News /tech /

TikTok ભારતમાં ફરી આવશે? જાણો આ વખતે કયા નામથી કરશે એન્ટ્રી

TikTok ભારતમાં ફરી આવશે? જાણો આ વખતે કયા નામથી કરશે એન્ટ્રી

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો ત્યારે દેશભરમાં 20 કરોડ યુઝર્સ હતા.

  ચીનની ટૂંકી વિડીયો એપ (Chines video App TikTok) ટિકટોક (TikTok) ભારતમાં (TikTok in India) ફરીથી શરૂ થઇ શકે છે. જોકે, આ વખતે આ એપનું નામ બદલવામાં આવશે. નવી ટ્રેડમાર્ક એપ દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે, ભારતમાં પુનરાગમન કરવા માટે તેનું નવું નામ 'TickTock' હોઈ શકે છે. ટીપસ્ટર મુકુલ શર્માએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સે જુલાઈ 2021ના ​​પ્રારંભમાં પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડ માર્ક્સના કંટ્રોલર જનરલ પાસે TickTock માટે ટ્રેડમાર્ક ફાઇલ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ટિકટોકને સેંકડો ચાઇનીઝ એપ્સમાં શામેલ કરવામાં આવ્યા હતી, જેના પર ગયા વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા માટે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

  59 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો

  કેન્દ્ર સરકારે શરૂઆતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અને આઇટી નિયમો 2008ની કલમ-69ની જોગવાઈ હેઠળ શી-ઇન (Shein), શેરિટ (Shareit), ઇએસ ફાઇલ એક્સપ્લોરર (ES File Explorer) સહિત 59 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં રાખીને, તેઓ આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાની વિરુદ્ધ છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યાના મહિનાઓ પછી, સરકારે મોબાઇલ ગેમ પીબબજીનો પણ બ્લોક કરી હતી. તાજેતરમાં જ તેણે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા (BGMI) ના રૂપમાં પુનરાગમન કર્યું છે.

  ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પાર્ટીની દસ્તક! મમતા બેનર્જી હવે ગુજરાતમાં કરશે ખેલા

  નવી કંપની નવા આઇટી નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરશે

  TickTock ટ્રેડમાર્ક એપ્લિકેશન 6 જુલાઈ 2021ના ​​રોજ ફાઇલ કરવામાં આવી છે. આમાં, તેની સેવા વિશે માહિતી આપવામાં આવી છે. જો કે, આ સિવાય, ટિકટોકની સંભવિત વાપસી અંગે કોઈ નક્કર માહિતી નથી. નવી અરજીના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે બાઇટડાન્સના સૂત્રોએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, કંપની મોદી સરકાર અને યુએસ પ્રમુખ જો બીડેનના વહીવટના નવા આઇટી નિયમોને ધ્યાનમાં રાખીને કામગીરી ફરી શરૂ કરવા માગે છે. નવા યુ.એસ. નિયમોમાં સંપૂર્ણ રીતે ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાને બદલે, તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આ અગાઉ જૂન 2021માં, બિડેને ટિકટોક અને વેચેટ પરના પ્રતિબંધને રદ કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ સહી કરી હતી.

  ગુજરાત HCએ પત્નીને IVF કરાવવા મરી રહેલા પતિનાં વીર્યનાં નમૂના ફ્રિઝ કરાવાવની આપી મંજૂરી

  ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો ત્યારે દેશભરમાં 20 કરોડ યુઝર્સ હતા. રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન શોર્ટ ફોર્મ વિડીયો એપ્સની માંગને જોતાં ટિકટોકની અવેજીમાં અનેક કંપનીઓએ પણ એપ્સ લોન્ચ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Chinese Apps, Tiktok, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन