TikTok યુઝર્સ માટે ખુશખબર, હવે વીડિયો બનાવવા સાથે કરો આ કામ

News18 Gujarati
Updated: October 18, 2019, 12:40 PM IST
TikTok યુઝર્સ માટે ખુશખબર, હવે વીડિયો બનાવવા સાથે કરો આ કામ
ટિકટૉક

  • Share this:
નાના વીડિયો કંટેન્ટ (Video Content) ને લઇને દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય થનાર Tiktok કંપનીએ EduTok પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કંપની ભારતમાં ડિજિટલ કમ્યુનિટીને લર્નિંગ આપશે. લોન્ચ થયા પછી Tictok ને ભારતમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. હાલ EduTok હેશટેગ પર લગભગ 1 કરોડ કટેન્ટ બનાવીને શેર કરવામાં આવ્યું છે. આ કટેન્ટને 48 અરબ વખત લોકો જોઇ ચૂક્યા છે અને ટિકટૉક પર 1.8 અરબ વખત શેર થઇ ચૂક્યું છે. ડિજિટલ લર્નિંગના ફાયદા દેખતા એડ્ડટોકે ભારતમાં ક્રિએટીવ ઇકોનોમીમાં પોતાનું યોગદાન આપવા માટે આ મહત્વનું પગલું લીધું છે.

કંપનીનું કહેવું છે કે ભારતમાં ડિજિટલ એક્સેસ કરનાર લોકોના જીવનમાં મહત્વનું યોગદાન આપે. આ ખાસ પહેલ હેઠળ ટિકટૉક મેમ્બરશીપ પ્રોગ્રામ માટે કેટલાક પ્રમુખ સોશ્યલ એન્ટપ્રાઇઝ જેવા કે જોશટૉક અને નજ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે. કંપની ઇચ્છે છે કે ટિકટૉક અને એજ્યુકેશન સંસ્થાઓ દ્વારા ક્રિએટ કરેલ ઉચ્ચ ગુણવત્તાવાળું એજ્યુકેશનલ કટેન્ટ લોકો સુધી પહોંચે. જેથી જે લોકોને કંઇક નવું શીખવું છે તે માહિતી મેળવી શકે. જોશ ટોક્સ 25 એડ્ડુટોક વર્કશોપ ઓર્ગનાઇજ કરશે. જ્યાં ક્રિએટીવ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે જેથી તેમને ઓફલાઇન લર્નિંગ વર્કશોપમાં ભાગ લેવાની તક મળે. એડ્ડુટોક હેઠળ સૉફ્ટ સ્કિલ, સ્કિલ ડેવલપમેન્ટ, આઇડેન્ટિટી બિલ્ડિંગ અને કેરિયર પ્લાનિંગ જેવા ટોપિક્સ પર વીડિયો કંટેન્ટ આપવામાં આવશે. આ વર્ષ ઓક્ટોબરથી લઇને આવનારા વર્ષ માર્ચ સુધી આ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવશે.

આ મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ ટિકટોક હવે ટૉપર, મેડઇજી અને ગ્રેડઅપ જેવી એજ્યુકેશનલ ટેકનોલોજી કંપનીઓનું વિષય આધારિત કંટેન્ટ ઉપલબ્ધ કરાવશે. ટિકટોકની આ પહેલથી લગભગ 20 કરોડ યુર્ઝસને શીખવાની તક મળશે. આ કટેન્ટને અલગ અલગ કેટેગરી, ભાષા અને ફોર્મેટના આધારે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...