નવી દિલ્હી: શૉર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકે (TikTok) 2021ના વર્ષમાં સૌથી પ્રસિદ્ધ ડોમેન કેસમાં ગૂગલ (Google)ને પાછળ રાખી દીધી છે. વેબ સિક્યોરિટી કંપની ક્લાઉટફ્લેર (Cloudflare) તરફથી આખા વર્ષના ડેટાનું એનાલિસિસ કર્યાં બાદ એક યાદી તૈયાર કરવામાં આવી છે. જે પ્રમાણે ગૂગલ સહિત દુનિયાની નવ જાયન્ટ કંપની ટિકટોકથી પાછળ છે. 2020માં ફેસબુક (Facebook Rank) પછી ગૂગલ (Google) સૌથી પ્રસિદ્ધ ડોમેન હતું, જ્યારે ટિકટૉક સાતમાં રેન્ક પર હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ટિકટોક સહિત અનેક ચાઈનીઝ એપ્સ પર સુરક્ષાને કારણે પ્રતિબંધ (Tiktok ban) મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પ્રતિબંધ બાદ ગૂગલે પ્લે સ્ટોર (Google play store) પરથી ટિકટોક સહિતની એપ્સને હટાવી દીધી હતી. આ સ્ટોર એપલ સ્ટોર (Apple store) પર પણ ઉપલબ્ધ નથી. જોકે, હજુ પણ ભારતમાં આ એપને અનેક લોકો એક્સેસ કરી શકે છે.
અનેક મોટી કંપનીઓને પાછળ છોડી દીધી
ક્લાઉડફ્લેરના રિપોર્ટ પ્રમાણે 17 ફેબ્રુઆરી 2021ના દિવસ ટિકટોકએક દિવસ માટે ટૉપ પર આવી ગઈ હતી. આ રીતે માર્ચ અને મે મહિનામાં ટિકટોક અમુક દિવસ માટે ટોપ પર આવી ગઈ હતી. પરંતુ 10 ઓગસ્ટ, 2021ના રોજ ટિકટોક વધારે જ આગળ નીકળી ગઈ હતી.
આ દરમિયાન અમુક જ એવા દિવસ હતા જ્યારે Google નંબર વન પર રહ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બરમાં મોટાભાગના દિવસોમાં ટિકટોક નંબર વન પર રહી હતી. આ દરમિયાન થેન્ક્સગિવિંગ (25 નવેમ્બર) અને બ્લેક ફ્રાઇડે (26 નવેમ્બર) જેવા દિવસો સામેલ હતા. 2001માં Google પછી નીચે રેન્કમાં રહેનારી કંપનીઓમાં ક્રમશ: Facebook, Microsoft, Apple અને ઈ-કૉમર્સે વેબસાઇટ Amazon સામેલ છે.
વોટ્સએપ 10 નંબર પર
મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ એપ WhatsAppઆ યાદીમાં 10માં નંબર પર છે. જ્યારે ટ્વિટર 9 નંબર પર છે. જ્યારે OTT પ્લેટફોર્મ Netflix અને વીડિયો શેરિંગ એપ Youtube આ યાદીમાં 7 અને 8 નંબર પર છે.
ભારતમાં પ્રતિબંધિત ટિકટોક પ્રથમ વખત કોરોનાને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ખૂબ લોકપ્રિય બની હતી. આ દરમિયાન ટિકટોકના 1 બિલિયન એક્ટિવ યૂઝર્સ હતા. આ શોર્ટ વીડિયો એપ માટે અમેરિકા, યૂરોપ, બ્રાઝીલ અને દક્ષિણ પૂર્વ એશિયન દેશો હજુ પણ મોટું માર્કેટ છે. ટિકટોકનું સ્વામિત્વ ચીનની દિગ્ગજ બાઈટડાન્સ કંપની પાસે છે. ટિકટોકો આ વર્ષની શરૂઆતમાં સિંગાપુરમાં બાઇટડાન્સના સીએફઓ શૌજી ચ્યૂ (CFO Shouzi Chew)ને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પસંદગી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર