ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હવે TikTok એપ નહીં કરી શકો ડાઉનલોડ

News18 Gujarati
Updated: April 17, 2019, 12:19 PM IST
ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હવે TikTok એપ નહીં કરી શકો ડાઉનલોડ
સ્ટેપ 2 વીડિયો વખતે તમે સોંગ કે કોન્સેપ્ટ તેવો પસંદ કરો તે ટ્રેડિંગમાં હોય. આ વાત તમને સોશિયલ મીડિયામાં સર્ફિંગ કરીને સરળતાથી ખબર પડશે.

ભારતમાં ખૂબ જ લોકપ્રિય વીડિયો App TikTokને એપ સ્ટોર્સથી હટાવી દેવામાં આવી છે

  • Share this:
ભારતમાં ખૂબ જ લોકપ્રિય વડિયો એપ TikTokને એપ સ્ટોર્સથી હટાવી દેવામાં આવી છે. આ એપને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મથી બ્લોક કરી દેવામાં આવી છે. ભારતના ઇલેક્ટ્રોનિક અને ઇર્ન્ફોમેશન ટેક્નલોજી મંત્રાલય (MeitY) દ્વારા મંગળવારે Google અને Appleને પોતાના એપ સ્ટોરથી ચીનની વીડિયો એપ્લિકેશન TikTokને હટાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

આ પહેલા મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે 3 એપ્રિલે એક આદેશ જાહેર કરી સરકારને દેશમાં TikTokના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ આ મામલાને સુપ્રીમ કોર્ટ લઈ જવામાં આવ્યો, જેમાં આ આધારે આદેશને રોકવાનો ઇન્કાર કરવામાં આવ્યો કે મામલો હજુ પણ વિચારાધીન છે અને 22 એપ્રિલે મામલાની સુનાવણી થશે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, TikTokએ આદેશને અપમાનજનક, ભેદભાવપૂર્ણ અને મનસ્વી કહ્યું અને પ્રતિબંધ પર કોઈ ટિપ્પણી નથી કરી. પોતાના બચાવમાં TikTokનું કહેવું છે કે તેને આ પ્રકારની સામગ્રી માટે જવાબદાર ન ઠેરવવામાં આવે જે પ્લેટફોર્મ પર થર્ડ-પાર્ટીઝ અપલોડ કરે છે.

TikTok એપ છેલ્લા એક વર્ષમાં ખાસી એવી લોકપ્રિય થઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ પહેલા તેને મ્યૂઝિકલી (musically)ના નામથી લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ટિક ટોક (TikTok) કરી દીધું હતું.

એક રિપોર્ટ મુજબ, TikTok એપને દુનિયાભરમાં લગભગ 100 કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કંપનીના અધિકાર ચીનની કંપની બાઇટડાન્સ (Bytedance)ની પાસે છે, જે દુનિયાની સૌથી વધુ વેલ્યૂવાળી સ્ટાર્ટઅપ કંપનીઓ પૈકીની એક છે.
First published: April 17, 2019, 8:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading