Home /News /tech /

ફુલ ચાર્જમાં 150Km સુધીની રેન્જ અને કિંમત માત્ર 75,000 રૂપિયા! આ સપ્તાહમાં લોન્ચ થયા 3 Electric Scooters

ફુલ ચાર્જમાં 150Km સુધીની રેન્જ અને કિંમત માત્ર 75,000 રૂપિયા! આ સપ્તાહમાં લોન્ચ થયા 3 Electric Scooters

TVSએ હાલમાં જ TVS iQubeનું લોંગ રેન્જ વર્ઝન લોન્ચ કર્યું છે.

Latest Electric Scooters: જાણીતી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વ્હીકલ નિર્માતા કંપની Bgaussએ ઘરેલુ માર્કેટમાં પોતાના ત્રીજા મોડલ BG D15 ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું છે. અત્યંત આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને ગ્રાહક માત્ર 499 રૂપિયામાં બુક કરી શકે છે, જે રિફંડેબલ પણ છે.

વધુ જુઓ ...
  Latest Electric Scooters: પેટ્રોલની વધી રહેલી કિંમતોને કારણે હવે ટુ-વ્હીલર ચાલકો પણ ફ્યુઅલના અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. ગ્રાહકોના આ જ વલણને જોતાં વાહન નિર્માતા કંપનીઓ પણ તેજીથી Electric Scooters લોન્ચ કરી રહી છે. આ અઠવાડિયે દેશમાં TVSથી લઈને Bgauss સહિત 3 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ થયા છે. ઓછી કિંમત, સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ડેલી કમ્યુટ માટે પરફેક્ટ છે. આવો જાણીએ આ ત્રણેય ઇલેક્ટ્રિક સ્કૂટરો વિશે-

  Bgauss BG D15

  દેશની જાણીતી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વ્હીકલ નિર્માતા કંપની Bgaussએ ઘરેલુ માર્કેટમાં પોતાના ત્રીજા મોડલ BG D15 ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું છે. અત્યંત આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને ગ્રાહક માત્ર 499 રૂપિયામાં બુક કરી શકે છે, જે રિફંડેબલ પણ છે. BG D15 બે વેરિઅન્ટ્સ- D15i અને D15 Proમાં આવે છે. ઈ-સ્કૂટરની કિંમત D15i માટે 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરુ થાય છે, જ્યારે D15 પ્રોની કિંમત 1,14,999 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

  આ પણ વાંચો: 4 લાખથી વધુ લોકોએ ખરીદી Tataની આ સેફેસ્ટ હેચબેક! કિંમત 5.50 લાખથી પણ ઓછી અને આપે છે 26Kmની માઇલેજ

  કંપનીના દાવા મુજબ, આ નવા ઈ-સ્કૂટરમાં યુઝર્સની સેફ્ટી માટે 20થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જે અન્ય મોડલને ટક્કર આપશે. BG D15માં 3.2 kWh ક્ષમતાની લી-આયન બેટરી છે. લિથિયમ-આયન બેટરી 5 કલાક અને 30 મિનિટમાં 100% સુધી ચાર્જ થઈ શકે છે. તે સિંગલ ચાર્જમાં 115 કિલોમીટરની ARAI પ્રમાણિત રેન્જ પ્રદાન કરે છે. સ્પોર્ટ્સ મોડમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 7 સેકન્ડમાં પકડી શકે છે. BG D15 ઇકો અને સ્પોર્ટ્સ એમ બે રાઇડ મોડમાં આવે છે.

  Odysse V2

  અત્યંત આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટર ધરાવતું Odysse V2 ઈ-સ્કૂટરની શરૂઆતી કિંમત માત્ર 75,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ડ્યુઅલ વોટર-રેઝિસ્ટન્ટ આઈપી 67 સર્ટિફાઇડ બેટરી પેકથી સજ્જ છે અને તે 50 કિમી પ્રતિ ચાર્જની રાઇડિંગ કેપેસિટી આપે છે. ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ આ ઈ-સ્કૂટરમાં એન્ટી-થેફ્ટ લોક, પેસિવ બેટરી કૂલિંગ, 12 ઇંચનું ફ્રન્ટ ટાયર, એલઈડી લાઇટ્સ જેવી સુવિધાઓ છે.

  આ પણ વાંચો: સસ્તી કિંમતમાં લૉન્ચ થઈ બ્લુટૂથ કૉલિંગવાળી શાનદાર BoAt Smartwatch, મળશે 11 સ્પોર્ટ્સ મોડ

  2022 TVS iQube

  ટીવીએસએ હાલમાં જ TVS iQubeનું લોંગ રેન્જ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ઈ-સ્કૂટર હવે ત્રણ અલગ-અલગ વેરિઅન્ટ iQube, iQube S અને iQube ST 10 રંગોમાં ઉપલબ્ધ હશે. જેમાં ST મોડલ લાઈન-અપનું ટોપ વેરિઅન્ટ છે, જેમાં બધા ફીચર્સ સાથે વધુ રેન્જ મળે છે. તેનું સ્ટાન્ડર્ડ મોડલ જેને પહેલી વખત રજૂ કરવામાં આવ્યું હતું, તે સિંગલ ચાર્જમાં માત્ર 75km સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે, જ્યારે નવા ટીવીએસ આઈક્યુબની રેન્જ લગભગ ડબલ એટલે કે 140km સુધી હશે.

  Tvs iQubeમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે, અને આ ફુલ-કલર ડિસ્પ્લે સ્કૂટરથી સંબંધિત બધી માહિતી બતાવે છે, તેમજ તેમાં કૉલ એલર્ટ પણ પ્રદર્શિત થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નવા મોડલનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે, અને તે ટૂંક સમયમાં ડીલરશિપ સુધી પહોંચશે.

  તેના સ્ટાન્ડર્ડ મોડલની ઓન-રોડ કિંમત 98,564 રૂપિયા છે જ્યારે iQube Sની કિંમત 1,08,690 રૂપિયા છે. હાલ કંપનીએ iQube STની કિંમતો શેર કરી નથી, પરંતુ 999 રૂપિયા ચૂકવીને આ મોડલ બુક કરી શકાય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Auto news, Automobile, Electric scooter, Electric vehicle, Gujarati tech news

  આગામી સમાચાર