60 સેકન્ડમાં આધારકાર્ડની સિક્યોરિટી બ્રેક કરવાનો વ્યક્તિએ કર્યો દાવો

ઈલીયટ એન્ડરસનની પ્રોફાઈલ પર તે ફ્રેંચ સિક્યોરિટી રિસર્ચર છે તેવું જણાવવામાં આવ્યું છે...

ઈલીયટ એન્ડરસનની પ્રોફાઈલ પર તે ફ્રેંચ સિક્યોરિટી રિસર્ચર છે તેવું જણાવવામાં આવ્યું છે...

 • Share this:
  આધારકાર્ડના પાસવર્ડ પ્રોટેક્શનને લઈ તમામ પ્રકારની આશંકાઓને UIDAI પગાવી રહી છે. જોકે, અત્યારે એક વ્યક્તિએ ટ્વીટર પર દાવો કર્યો છે કે, 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં આધારકાર્ડની ઓફિશિયલ એપનો પાસવર્ડ બ્રેક થઈ શકે છે. ટ્વીટ કરનાર આ વ્યક્તિનું કહેવું છે કે, તે અગામી કેટલાક કલાકમાં જણાવશે કે, કેવી રીતે આધારની ઓફિશિયલ એપના પાસવર્ડ પ્રોટેક્શનને માત્ર સેકન્ડોમાં બ્રેક કરી શકાય છે.

  આ ટ્વીટ ઈલિયટ એલ્ડરસને કર્યું છે. ઈલિયટે ટ્વીટમાં કહ્યું છે કે, UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેને લખ્યું છે કે, થોડી કોફી પી લો, કારણ કે તેમની રાતની ઊંઘ હવે ઉડવાની છેત. ઈલિયટનું કહેવું છે કે, કેટલાક કલાકો બાદ એક વીડિયો દ્વારા તે બતાવશે કે, કેવી રીતે 1 મિનીટથી પણ ઓછા સમયમાં આધારકાર્ડની ઓફિશિયલ એન્ડ્રોઈડ એપના પાસવર્ડમાં સેંઘમારી કરી શકાય છે.  આ ટ્વીટ એક કલાકથી પણ ઓછા સમયમાં 300થી વધારે વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ પર મજાકથી લઈ ગંભીર કેટલીએ પ્રકારની ટીપ્પણીઓ કરવામાં આવી છે. ઈલીયટ એન્ડરસનની પ્રોફાઈલ પર તે ફ્રેંચ સિક્યોરિટી રિસર્ચર છે તેવું જણાવવામાં આવ્યું છે.
  Published by:kiran mehta
  First published: