હાર્ટ એટેક આવ્યા પહેલા તમને એલર્ટ કરશે આ ટી-શર્ટ

ઈનર વિયરને મેડિકલ હેલ્થકેયર પ્રોડક્ટ બનાવનારી ફ્રેન્ચ કંપની ક્રોનોલાઈફ છે

આને ચાર્જ કરવાની પણ ઝંઝટ નથી, અને ઈનર વિયરને ધોવાના સમયે પણ સેન્સર કાઢવાની જરૂરત નથી.

 • Share this:
  એક ફ્રેન્ચ કંપનીએ એક એવી ટી-શર્ટ રજૂ કરી છે, જે સમય પહેલા તમને હાર્ટ એટેકની જાણકારી આપી દેશે. કંપનીનો દાવો છે કે, આ ટી-શર્ટ દ્વારા ઈસીજી અને હાર્ટ એટેક એલર્ટ સહિત 6 પ્રકારની જાણકારી મોબાઈલ પર મેળવી શકાય છે.

  આ ઈનર વિયરને મેડિકલ હેલ્થકેયર પ્રોડક્ટ બનાવનારી ફ્રેન્ચ કંપની ક્રોનોલાઈફ છે. આ ટી-શર્ટ કોટન અને લાઈક્રાથી બની છે. આની સૌથી ખાસ વાત એ છે કે, આને તમે રોજ ધોઈ પણ શકો છો. આમાં ખાસ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે, જે તમારી દિલની ધડકન, શરીરનું તાપમાન અને સામાન્ય ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન રાખશે.

  હવે તમે વિચારી રહ્યા હશો કે, આ તો એક ઈનર વિયર છે, પછી તેમાં સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો, તમને જણાવી દઈએ કે, સેન્સરથી તમે જે પણ ડેટા કલેક્ટ કર્યો હશે, તેને તમે મોબાઈલ એપની મદદથી દેખી શકશો. એટલું જ નહી તમે ઈચ્છશો તો, આ ડેટા તમે તમારા ડોક્ટરને મકલીને પણ સલાહ લઈ શકશો.

  કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આમાં તમારે કોઈ પણ પ્રકારની ઈન્ટરનેટની પણ જરૂરત નહી પડે. આવું એટલા માટે કારણ કે, ઈનર વિયર તમારા શરીર પર નજર રાખી શકે છે. આટલું જ નહી, આને ચાર્જ કરવાની પણ ઝંઝટ નથી, અને ઈનર વિયરને ધોવાના સમયે પણ સેન્સર કાઢવાની જરૂરત નથી.

  આ સ્માર્ટ ઈનર વિયરિંમત વિશે વાત કરીએ તો, આ લગભગ 230 ડોલર એટલે કે 16 હજાર રૂપિયામાં વેંચવામાં આવશે. જોકે, હજુ આનું વેચાણ શરૂ થયું નથી, કારણ કે, કંપનીએ એફડીએ અને યૂરોપીયન બજારમાં તેને વેચવા માટે સીઈ પાસેથી મંજૂરી લેવી પડશે.
  Published by:kiran mehta
  First published: