Home /News /tech /WhatsApp પર જલ્દી જોવા મળશે આ નવું ફીચર, મળશે 2 નવા ટેબ! જાણો તમને કઈ રીતે કામ આવશે
WhatsApp પર જલ્દી જોવા મળશે આ નવું ફીચર, મળશે 2 નવા ટેબ! જાણો તમને કઈ રીતે કામ આવશે
WhatsApp દર થોડા દિવસે નવા ફીચર પર કામ કરે છે.
WABetaInfoનો દાવો છે કે, એન્ડ્રોઇડ ડિવાઇસ (Android Device) માટે નવું બીટા અપડેટ વોટ્સએપ પર ફોટો અને વીડિયો શેર કરવામાં ફેરફાર થશે તેની હિન્ટ આપી રહ્યું છે. WEBetaInfoએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેના પરથી ખ્યાલ આવે છે કે વોટ્સએપના મીડિયા પિકર ફીચરનો લૂક સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
WhatsApp દર થોડા દિવસે નવા ફીચર પર કામ કરે છે. હવે વોટ્સએપ ફોટો અને વીડિયો શેર કરવાની રીતો બદલવા જઈ રહ્યું છે. WABetaInfoનો દાવો છે કે, એન્ડ્રોઇડ ડિવાઇસ (Android Device) માટે નવું બીટા અપડેટ વોટ્સએપ પર ફોટો અને વીડિયો શેર કરવામાં ફેરફાર થશે તેની હિન્ટ આપી રહ્યું છે. WEBetaInfoએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેના પરથી ખ્યાલ આવે છે કે વોટ્સએપના મીડિયા પિકર ફીચરનો લૂક સંપૂર્ણપણે બદલાઈ જશે. નવા વોટ્સએપ મીડિયા પિકરમાં બે ટેબ આપવામાં આવશે Recent અને Gallery, જેનાથી તમને કોન્ટેક્ટ શેર કરતી વખતે તથા અને સ્ટેટસ અપલોડ કરતી વખતે સરળતા રહેશે.
Recent ટેબમાં ફોનની ગેલેરીના રિસન્ટ ક્લિક કરેલા ફોટોઝ, વીડિયોઝ, GIFs દેખાશે. તો Gallery ટેબમાં ફોનના બાકીના મીડિયા દેખાશે. આ ઉપરાંત WABetaInfoની પાછલી રિપોર્ટ મુજબ, ફેસબુકની માલિકીનું પ્લેટફોર્મ પોતાના ડેસ્કટોપ એપ અને વેબ વર્ઝનમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન જોડવા માટે કામ કરી રહ્યું છે.
આ ટુ-સ્ટેપ વેરિફિકેશન ફીચર આગામી અપડેટમાં લાઇવ થઈ જશે. WABetaInfo દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટ મુજબ ટુ-સ્ટેપ વેરિફિકેશન સુવિધાને વેબ અને ડેસ્કટોપ બંને વર્ઝન પર સરળતાથી એનેબેલ અથવા તો ડિસેબલ કરી શકાય છે.
WABetaInfoની રિપોર્ટ અનુસાર Facebookની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહી છે જેથી વેબ અને ડેસ્કટોપ યુઝર્સને વધારાની સુરક્ષા મળશે. આ ફીચર iOS અને Android પ્લેટફોર્મ પર પહેલાથી જ હાજર છે.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, ડેસ્કટોપ પર WhatsApp ચેટના એક્સેસને વધુ સારું અને સુરક્ષિત બનાવવામાં આ નવું ફીચર મદદરૂપ થશે. WABetaInfo કહે છે કે WhatsApp દરેક જગ્યાએ ટુ-સ્ટેપ વેરિફિકેશનને મેનેજ કરવાનું સરળ બનાવવા માગે છે, તેથી તેઓ આવનારા અપડેટમાં વેબ/ડેસ્કટોપ પર આ ફીચર શરૂ કરવા પર કામ કરી રહ્યા છે. PIN 6 ડિજિટનો હશે. હાલમાં આ ફીચર ટેસ્ટીંગ સ્ટેજમાં છે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તે રિલીઝ થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેબ/ડેસ્કટોપ યૂઝર્સ ટુ-સ્ટેપ વેરિફિકેશનને ઇનેબલ અથવા તો ડિસેબલ કરી શકશે. આ એ વખતે જરૂરી બની જાય છે જ્યારે તમારો ફોન ખોવાઈ જાય છે અને તમને તમારો પિન યાદ નથી હોતો. તમે એક રિસેટ લિંક દ્વારા પિનને રિસ્ટોર કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર