Home /News /tech /

એપલના iPhone Xથી પણ મોંઘો હશે LGનો આ નવો ફોન

એપલના iPhone Xથી પણ મોંઘો હશે LGનો આ નવો ફોન

ફાઇલ તસવીર

દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની LGએ LGસિગ્નેચ સિરિઝમાં કંપનીનો લેટેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન રજૂ કર્યો છે.

    દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની LGએ LGસિગ્નેચ સિરિઝમાં કંપનીનો લેટેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ ફોન ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલો LG સિગ્નેચર એડિશનની આગળની રેન્જ છે. કંપની હવે LG સિગ્નેચર એડિશન (2018) લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન વ્હાઇટ અને બ્લેક કલર ઓપ્શનમાં આવશે. આ ફોનને પ્રી-ઓર્ડર 30 જુલાઇએ શરૂ થઇ છે. કંપનીએ LG સિગ્નેચર એડિશન 2018ની કીંમત 1,999,800 વોન (આશરે રૂ.1,22,820) રાખવામાં આવી છે. કિંમતના હિસાબથી LG સિગ્નેચર એડમિશન એપલના આઇફોન એક્સથી પણ મોંઘો હશે. આઇફોન એક્સની કિંમત અત્યારે 1,02,425 રૂપિયા છે.

    ફોનમાં નહીં થાય કોઇપણ પ્રકારના સ્ક્રેચ

    LG આ ફોનના બોક્સમાં ગ્રાહકોને Bang & Olufsen Beoplay H9i હેન્ડફોન ફ્રી આપશે. LG સિગ્નેચર એડિશન 2018 ઝિક્રોનિયમ સેરેમિક જેવી પ્રીમિયમ મેટલથી બનેલો છે. જે કોઇ પણ ડિવાઇસમાં કોઇપણ પ્રકારના સ્ક્રેચ થવાથી રોકે છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાનું નામ ફોનના પાછળના ભાગે લખાવાની સુવિધા પણ કંપની આપી રહી છે. આ સ્માર્ટફોનમાં 6 ઇન્ચની QHD+ OLED ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5ના લેયરથી પ્રોટેક્ટેડ છે.

    માઇક્રો એસડી કાર્ડ થકી 2TB સુધી વધારી શકાશે ઇન્ટરનલ સ્ટોરેજ

    LG સિગ્નેચર એડિશન 2018 કોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આધારીત છે. ફોનમાં 6GBની રેમ અને 256GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે. જેને માઇક્રો એસડી કાર્ડથી 2TB કરી શકાશે. સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયલ કેમેરા સેટઅપ છે. ફોનના રિયરમાં 16 મેગાપિક્સલના બે કેમેરા લાગે છે. જ્યારે સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલ કેમેરા લગાવેલા છે. આ ફોનમાં રિયરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્માર્ટફોનમાં કોલકોમ Quick ચાર્જ 3.0 અને વાયરલેસ ચાર્જીગ સપોર્ટની સાથે 3300 એમએએચ બેટરી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, VoLTE, 3G, Wi-Fi, બ્લુતુથ, GPS, NFC અને USB ટાઇપ C જેવા ફિચર છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Iphone X

    આગામી સમાચાર