એપલ પોતાના એક iPhone વેચીને આશરે રૂ.58,032નો નફો કમાઇ રહી છે. આ જાણીને તમને નવાઇ લાગતી હશે પરંતુ આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. એપલે તાજેતરમાં iPhone XS, iPhone XS Max અને iPhone XR લોન્ચ કર્યો છે. ઓટારિયોની કંપની TechInsightsએ 256GB વાળો iPhone XS Maxને ખોલીને તેમાં લાગેલા પાર્ટ્સની કિંમતનો અંદાજ લગાવ્યો હતો. અમેરિકામાં 256GB વાળો iPhone XS Maxની કિંમત 1249 ડોલર (89928 રૂપિયા) છે. TechInsightsએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, 256GB વાળા iPhone XS Maxમાં લાગેલા કુલ પાર્ટ અને તેની એસેમ્બલીની કુલ કિંમત 443 ડોલર (31896 રૂ.) છે. 256GB વાળો iPhone XS Maxની કિંમત રૂ.1,24,900 છે.
iPhone XS Maxમાં લાગ્યો છે સૌથી મોંઘો પાર્ટ
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગત વર્ષે લોન્ચ થયેલો 64GB વાળા iPhone Xમાં લાગેલા પાર્ટ અને તેની એસેમ્બલિ કોસ્ટ 395.4 ડોલર (રૂ.28,468) હતી. TechInsightsએ કોસ્ટ એનાલિસિસમાં કહ્યું હતું કે, iPhone XS Maxમાં લાગેલો સૌથી મોંઘો પાર્ટ તેની ડિસ્પ્લે છે. જેની કિંમત 80.50 ડોલર છે એટલે કે રૂ.5800. iPhone Xમાં 77.27 ડોલરની કિંમતની ડિસ્પ્લે છે. ફ્લેશ સ્ટોરેજની કોસ્ટ 65 ડોલર એટલે 4700 રૂપિયા છે. જ્યારે સર્જિકલ સ્ટીલ ફ્રેમની કિંમત 58 ડોલર એટલે રૂ.4200 છે.
બેટરી અને કેમેરાની આટલી છે કિંમત
રિપોર્ટ પ્રમાણે iPhone XS Maxમાં લાગેલી બેટરીની કિંમત 9 ડોલર અને કેમેરાની કિંમત 44 ડોલર છે. જ્યારે મેમોરીની કોસ્ટ 64.50 ડોલર છે. એસેમ્બિંગ અને સપોર્ટિંગ મટેરિયલ ઉપર 24.50 ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. iPhone XS Maxમાં લાગેલા સેન્સર્સ અને કનેક્ટિવિટી ઇક્વ્યુપમેન્ટની કિંમત 18 ડોલર છે. એપલના સીઇો ટીમ કુક પહેલા કરી ચુક્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર