માત્ર 999 રૂપિયામાં ખરીદો Nokiaનો 16 હજાર રૂપિયાનો સ્માર્ટફોન

News18 Gujarati
Updated: October 26, 2018, 10:48 AM IST
માત્ર 999 રૂપિયામાં ખરીદો Nokiaનો 16 હજાર રૂપિયાનો સ્માર્ટફોન
ફ્લિપકાર્ટના ફેસ્ટિવલ ધમાકા સેલમાં Nokia 6.1 Plus પર ઑફર આપવામાં આવી રહી છે જેમાં તમે આ ફોન માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો.

ફ્લિપકાર્ટના ફેસ્ટિવલ ધમાકા સેલમાં Nokia 6.1 Plus પર ઑફર આપવામાં આવી રહી છે જેમાં તમે આ ફોન માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો.

  • Share this:
જો તમે નોકિયાનો સ્માર્ટફોન Nokia 6.1 Plus ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. કારણ કે આ સ્માર્ટફોનને તમે માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો. 24 ઓક્ટોબરથી શરૂ થયેલા ફ્લિપકાર્ટના ફેસ્ટિવલ ધમાકા સેલમાં Nokia 6.1 Plus પર ઑફર આપવામાં આવી રહી છે જેમાં તમે આ ફોન માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ રીતે 999 રૂપિયામાં ખરીદો Nokia 6.1 Plus

સૌપ્રથમ ફ્લિપકાર્ટ એકાઉન્ટ ખોલો અને સર્ચ બૉક્સમાં જઇને Nokia 6.1 Plus સર્ચ કરો. તે બાદ Nokia 6.1 Plusના પેજ પર જાઓ. અહીં એક્સચેન્જ ઑફર સિલેક્ટ કરો. તેમાં તમને 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન ફ્લિપકાર્ટ પર 15,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે જે ડિસ્કાઉન્ટ બાદ માત્ર 999 રૂપિયામાં મળશે.

જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે અને તેની એક્સચેન્જ વેલ્યૂ ઓછી હોય તો એક્સિસ બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને તમે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત ફોનપે દ્વારા પેમેન્ટ કરીને તમે 10 ટકાનું કેશબેક મેળવી શકો છો. આ ઉપરાંત તમે આ ફોનને EMI પર પણ ખરીદી શકો છો.

આ છે Nokia 6.1 plusના ફિચર્સ

ફિચર્સની વાત કરીએ તો નોકિયા 6.1 પ્લસ 5.8-ઇંચ ડિસ્પ્લે પર 1080x2280 પિક્સેલ્સના પૂર્ણ એચડી + રિઝોલ્યુશન સાથે આવે છે. નોકિયાના અન્ય ફોનની જેમ, નોકિયા 6.1 પ્લસ એ એન્ડ્રોઇડ વન શ્રેણીનો પણ ભાગ છે અને એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર કામ કરે છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યો છે. કેમેરા વિશે વાત કરીઓ તો, તેની પાસે 16-મેગાપિક્સલનો પ્રાઇમરી અને એર્પચર એફ / 2.0 સાથે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
First published: October 26, 2018
વધુ વાંચો
अगली ख़बर