આવી રીતે પૈસા વગર ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવી શકાશે

ફાઇલ તસવીર

પૈસા વગર પણ ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે. ટિકિટના પૈસા તમે 14 દિવસ સુધી કરી શકો છો.

  • Share this:
    ઓનલાઇન ટિકિટ બુક કરાવતી વખતે તમારી પાસે કાર્ડમાં પૈસા ન હોય તો બુકિંગ કરવું અશક્ય છે. આમ આપમી યાત્રાને પણ અસર થાય છે. પરંતુ તમને ખબર છે કે, પૈસા વગર પણ ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે. ટિકિટના પૈસા તમે 14 દિવસ સુધી કરી શકો છો. આ અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડનો પાયલોટ પ્રોજેક્ટ ePayLater તમારી મદદ કરી શકે છે. આ પ્રોજેક્ટને IRCTCએ રજૂ કર્યો છે. તો ચાલો જાણીએ કે આ પ્રોજેક્ટથી કેવી રેત ટિકિટ બુક કરાવી શકાય છે.

    શું છે ePayLater?

    આ સ્કીમ અંતર્ગત ગ્રાહક IRCTCની વેબસાઇટથી પેમેન્ટ કર્યા વગર ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાશે. આ પેમેન્ટને 14 દિવસની અંદર ચૂકવવાનું રહેશે. આ સેવાનો લાભ લેનારા ગ્રાહકોને પેમેન્ટ કરતી વખતે 3.5 ટકા સર્વિસ ચાર્જ આપવાનો રહેશે. જોકે, તમે 14 દિવસની અંદર પેમેન્ટ કરી દો ચો તો તમારે વધારાનું વ્યાજ આપવું નહીં પડે. આ ઉપરાંત જો તમે સમયસર લેવડ-દેવડ કરો છો તો તમારી ક્રેડિટ લિમિટ પણ વધારી શકાશે.

    કેવી રીતે ઉઠાવશો આ સુવિધાનો લાભ?

    આ સુવિધાનોનો લાભ તમે આઇઆરસીટીસી એકાઉન્ટથી ઉઠાવી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, તમે લીધેલી ટિકિટની કિંમત તમારા ક્રેડિટ સીમાની અંદર હોવી જોઇએ. અને યોગ્ય સમયે પેમેન્ટ થવું જોઇએ. જો તમે પેમેન્ટમાં મોડું કરો છો તો તેમારી ક્રેડિટ ઘટી જશે. ત્યારબાદ તમે આ સુવિધાનો લાભ ઉઠાવી નહીં શકો.

    પૈસા વગર ટિકિટ બુક કરાવવા માટે ફોલો કરો આ સ્ટેપ

    સૌથી પહેલા તમે તમારા આઇઆરસીટીસી એકાઉન્ટમાં લોગિંન કરો. જો એકાઉન્ટ ન હોય તો એકાઉન્ટ બનાવો. ત્યારબાદ જે ટિકિટ બુક કરાવવાની હોય તેની ડિટેલ ભરો અને તમારી સુવિધા અનુસાર ટ્રેન પસંદ કરો. ત્યારબાદ બુક નાઉ ઉપર ક્લિક કરો. ત્યારબા નવું પેજ ખુલશે જેમાં તમારે પેસેન્જરની માહિતી અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે. આ માહિતી ભર્યા પછી નેક્સટ બટન ઉપર ક્લિક કરો. તમારી સામે નવું પેજ ખુલશે. જેમાં તમે ક્રેડિટ, ડેબિટ ભીમ એપ, નેટ બેકિંગથી પેમેન્ટ કરકી શકાશે. આ સાથે જ તમારે ePayLaterનો ઓપ્શન ક્લિક કરો.

    ક્લિક કર્યા પછી તમારે આ સુવિધાનો લાભ લેવા માટે ePayLater ઉપર તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરો <br />www.epaylater.in ઉપર જાણકારી રજીસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન કર્યા બિલ પેમેન્ટનો ઓપ્શન આવશે.

    પેમેન્ટ ન ભરવા ઉપર કેન્સલ થઇ શકે છે તમારું એકાઉન્ટ

    ટિકિટ બુક કર્યાના 14 દિવસ પછી જો તમે પેમેન્ટ ન કરો તો. તમારી પાસે ટિકિટની કિંમત ઉપર વ્યાજ વસુલાશે. જો તમારે પેમેન્ટ ચૂકવવા માટે મોડું થશે તો તમારું આઇઆરસીટીસી એકાઉન્ટ બંધ કરી શકે છે.
    Published by:Ankit Patel
    First published: