આ ભારતીય બની શકે છે WhatsAppનો ચીફ

News18 Gujarati
Updated: May 3, 2018, 6:16 PM IST
આ ભારતીય બની શકે છે WhatsAppનો ચીફ

  • Share this:
વધુ એક ભારતીય દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીનો ચીફ બની શકે છે. હાલમાં આવેલ એક રિપોર્ટનું માનીએ તો, નીરજ અરોડા WhatsAppનો સીઈઓ બની શકે છે. WhatsAppના સીઈઓનું પદ જેન કૂમ દ્વારા કંપની છોડ્યા બાદ ખાલી થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ માટે ગૂગલના પૂર્વ કર્મચારી નીરજ અરોડાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો નીરજ અરોડા WhatsAppનો ચીફ બને છે તો, આ તેના માટે મોટી ઉપલબ્ધી હશે. હાલના સમયમાં દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓની ટોપ પોસ્ટ પર ભારતીય છે. ગૂગલના ચીફ સુંદર પિચાઈ છે. જ્યારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડોલા છે. આ સિવાય એડોબીના શાંતનું નારાયણ પણ ટોપ પોસ્ટ પર છે.

2011થી WhatsAppની સાથે છે નીરજ
ટેક ક્રંચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીઈઓના પદ માટે WhatsAppના બિઝનેસ એક્ઝિક્યૂટિવ નીરજ અરોડા સંભવીત ઉમેદવાર હોઈ શકે છે. અરોડા ગૂગલમાં પહેલા કોર્પોરેટ ડેવલપમેંટ મેનેજર તરીકે કામ કરી ચુક્યા છે. નીરજ 2011થી WhatsApp સાથે છે. અરોડા આઈઆઈટી-દિલ્હી અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસનો પૂર્વ વિદ્યાર્થી છે. જો અરોડા મેસેજિંગ એપ WhatsApp સીઈઓ બને છે તો, તે ભારતીય દિગ્ગજોના લીસ્ટમાં શામેલ થઈ જશે, જે હાલમાં ટેક્નોલોજીની દુનિયામાં ઉચ્ચ પદ સંભાળી રહ્યા છે.

આઈઆઈટી-દિલ્હીથી કર્યો હતો અભ્યાસ
આઈઆઈટી દિલ્હીમાંથી ગ્રેજ્યુંએટ થયા બાદ નીરજ અરોડાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000માં એક ક્લાઉડ સોલ્યુશન કંપની Accellion સાથે કરી હતી. તે કંપનીના એ શરૂઆતના એન્જિનિયરમાં હતા, જેમણે કોર ટેકોનોલોજી પર પીસ તૈયાર કર્યો હતો. અરોડાએ 2006માં ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસથી ફાયનાન્સ એન્ડ સ્ટ્રેટજીમાં એમબીએ કર્યું. ત્યારબાદ અરોડાએ ટાઈમ્સ ઈંટરનેટ લિમિટેડમાં 18 મહિના કામ કર્યું. 2007માં અરોડા ગૂગલ સાથે જોડાયા. નીરજ અરોડા છેલ્લા સાત વર્ષથી WhatsApp સાથે જોડાયેલ છે.
First published: May 3, 2018, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading