ધગધગતા તાપમાં તમારા હેલમેટને AC જેવી ઠંડક આપશે આ ગેજેટ

News18 Gujarati
Updated: April 22, 2018, 5:29 PM IST
ધગધગતા તાપમાં તમારા હેલમેટને AC જેવી ઠંડક આપશે આ ગેજેટ
બેંગલુરની એક કંપનીએ BluArmor Helmetsએ એક ખાસ પ્રકારનું ઉપકરણ તૈયાર કર્યું છે. આ ઉપકરણનું નામ BluSnap છે. આ ઉપકરણ તમારા હેલમેટને AC જેવી ઠંડક આપે છે.

બેંગલુરની એક કંપનીએ BluArmor Helmetsએ એક ખાસ પ્રકારનું ઉપકરણ તૈયાર કર્યું છે. આ ઉપકરણનું નામ BluSnap છે. આ ઉપકરણ તમારા હેલમેટને AC જેવી ઠંડક આપે છે.

  • Share this:
જો તમારી પાસે બાઇક છે તેનો મોટો ફાયદો એ થશે કે તેમે ભરચક રસ્તાઓ પર સરળતાથી પસાર થઇ શકશો. પરંતુ બાઇક ચલાવવું સૌથી વધારે મુશ્કેલ ગરમીના દિવસોમાં હોય છે. આગ ઓકતી ગરમી તમને હેરાન કરે છે. આવી સ્થિતિમાં હેલમેટ પહેરવાથી પરસેવો પરસેવો થઇ જવાય છે. જો તમને આવી ભિષણ ગરમીમાં બાઇક કે સ્કૂટર ચલાવવાનું થાય છે તો તમારા માટે રાહતના સમાચાર છે. બેંગલુરની એક કંપનીએ BluArmor Helmetsએ એક ખાસ પ્રકારનું ઉપકરણ તૈયાર કર્યું છે. આ ઉપકરણનું નામ BluSnap છે. આ ઉપકરણ તમારા હેલમેટને AC જેવી ઠંડક આપે છે.

હેલમેટમાં BluSnap લગાવ્યા પછી તમને 45 ડિગ્રી તાપમાનમાં પણ રાહત મળશે. આ ગેજેટ કોઇપણ ફૂલ ફેસ હેલમેટમાં લગાવી શકાય છે. હેલમેટના આ ઉપકરણને પાંચ સેકેન્ડમાં જ લગાવી સકાય છે.કંપની એક એવું હેલમેટ પણ તૈયાર કરી રહી છે જેની અંદર એર કુલિંગ હશે. હેલમેટમાં અલગથી કોઇ ગેજેટ લગાવવાનું નહીં રહે. જોકે, અત્યારના સમયમાં BluSnap હેલમેટ કુલર સૌથી સારો વિકલ્પ છે.

BluSnap આ ઉપકરણ હેલમેટને અંદરથી AC જેવી ઠંડકની સાથે એર ફિલ્ટર પણ કરે છે. એર ફિલ્ટર ડસ્ટથી દૂર રાખશે. એર ફિલ્ટરને ત્રણ મહિના પછી બદલવું પડે છે.

BluSnap હેલમેટ કુલરમાં એક લિથિયમ ઓયન બેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં માઇક્રો USB કેબલ થકી રિચાર્જ કરી શકાય છે. આ ગેજેટની કિંમત 1609 રૂપિયા છે. જેને તમે ઓનલાઇન પણ ખરીદી શકો છો.
First published: April 22, 2018, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading