Instagramની લત છોડાવશે આ ફીચર, સમયમર્યાદા નક્કી કરી શકશો, જાણો તે કઈ રીતે કામ કરે છે
Instagramની લત છોડાવશે આ ફીચર, સમયમર્યાદા નક્કી કરી શકશો, જાણો તે કઈ રીતે કામ કરે છે
નિર્ધારિત સમય બાદ ઇન્સ્ટાગ્રામ કામ કરવાનું બંધ કરી દેશે.
Instagram New Update Features: નવું ફીચર Take a Break હજુ સુધી અમુક જ દેશોમાં હતું. હવે તેને ભારત સહિત તમામ દેશોમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ઇન્સ્ટાગ્રામથી બ્રેક લેવાનું રિમાઇન્ડર સેટ કરી શકે છે.
Instagram New Update Features: ઘણા બધા લોકો એવા હશે જેમના માટે સોશિયલ મીડિયા (social media) એક વ્યસન, આદત બની ચૂક્યું છે. દર વખતે ફોન ચેક કરતા રહેવું, પોસ્ટ પર કેટલા લાઇક મળ્યા અને તે શેર થઈ, ફોટા પર કેટલા લોકોએ કમેન્ટ કરી... વગેરે તમામ બાબતો હવે એક બીમારીનું રૂપ લઈ રહી છે. કેટલાય લોકો ખાવા-પીવાનું ભૂલીને કે અન્ય કામ ભૂલીને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. લોકોમાં સોશિયલ મીડિયાની આ આદતને જોતા તેમને થોડા સમય માટે તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર પણ મોબાઇલ ફોનથી અંતર રાખવાની સલાહ આપે છે.
એવામાં ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ આગળ આવીને લોકોને થોડો સમય બ્રેક લેવાની વાત કરે છે. Instagramની જ વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામે થોડા સમય પહેલા Take a Break નામનું એક ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સ ઇન્સ્ટાગ્રામથી બ્રેક લેવાનું રિમાઇન્ડર સેટ કરી શકે છે. આ પહેલા ઇન્સ્ટાગ્રામે Set Daily Time Limit નામનું ફીચર શરૂ કર્યું હતું. આ ફીચરની મદદથી તમે ઇન્સ્ટાગ્રામ પર દરરોજનો સમય નક્કી કરી શકો છો. નિર્ધારિત સમય બાદ આ એપ કામ કરવાનું બંધ કરી દે છે.
નવું ફીચર Take a Break છે. ‘ટેક અ બ્રેક’ ફીચર હજુ સુધી અમુક જ દેશોમાં હતું. હવે તેને ભારત સહિત તમામ દેશોમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફીચર તમને ઇન્સ્ટાગ્રામના સતત ઉપયોગને અટકાવીને આરામ કરવાનું યાદ અપાવે છે.
શું છે Take a Break ફિચર
ઇન્સ્ટાગ્રામના Take a Break ફીચર માટે તમારે એપના Manage Your Time સેક્શનમાં જવાનું રહેશે. તમારે Instagram એપમાં પોતાના પ્રોફાઇલ પેજમાં મેન્યુ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. હવે સેટિંગ્સમાં અકાઉન્ટ ઓપ્શનમાં જઈને યોર એક્ટિવિટી (Your Activity) સેક્શનમાં જવાનું રહેશે.
Your Activity પર તમને એપ પર પસાર કરેલો સમય દર્શાવાશે. તેના નીચે Set reminder to take breaks અને Set Daily timie limitના ઓપ્શન દેખાશે. Take a Break ફીચરની મદદથી યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ પર પોતાના માટે 10 મિનિટ, 20 મિનિટ કે 30 મિનિટનો સમય સેટ કરી શકે છે. એટલે કે તેટલા સમય માટે એપનો ઉપયોગ કર્યા બાદ તે તમને યાદ અપાવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર