Hondaની આ કાર પર મળી રહી છે 5 લાખ રુપિયાની છૂટ, જાણો ઑફર

News18 Gujarati
Updated: October 10, 2019, 4:29 PM IST
Hondaની આ કાર પર મળી રહી છે 5 લાખ રુપિયાની છૂટ, જાણો ઑફર
ડિસ્કાઉન્ટ ફક્ત સીઆરવીના ડીઝલ વેરિએન્ટ પર ઉપલબ્ધ છે.

ડિસ્કાઉન્ટ ફક્ત સીઆરવીના ડીઝલ વેરિએન્ટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત તમને ફક્ત 2018 અને 2019 માં ઉત્પાદિત વાહનો પર જ છૂટ મળશે.

  • Share this:
ઑટો સેક્ટરમાં ચાલી રહેલી મંદી અને તહેવારની સિઝન બાદ પણ વાહનોના વેચાણમાં કોઇ વધારો થયો નથી. આવી સ્થિતિમાં, મોટાભાગની કાર કંપનીઓ પોતાનો સ્ટોક સાફ કરવા માટે વાહનો પર ભારે છૂટની સાથે મોટી છૂટ આપી રહી છે. (Honda) હોન્ડા તેની કાર પર પાંચ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ બમ્પર ડિસ્કાઉન્ટ હોન્ડાની ફ્લેગશિપ (SUV Honda CR-V) એસયુવી હોન્ડા સીઆર-વી પર ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ ફક્ત સીઆરવીના ડીઝલ વેરિએન્ટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત, તમને ફક્ત 2018 અને 2019 માં ઉત્પાદિત વાહનો પર જ છૂટ મળશે.

કેટલું છે ડિસ્કાઉન્ટ
સીઆરવીના સ્ટાન્ડર્ડ 1.6 ડીઝલ-સ્વચાલિત વેરિએન્ટ્સ પર ચાર લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના ટોપ-સ્પેક ડીઝલ-સ્વચાલિત AWD પર પાંચ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ પણ વાંચો: દિવાળી ઑફર, આ કાર પર મળી રહ્યો છે 4 લાખનો ફાયદો

 ગયા વર્ષે ઑક્ટોબરમાં કંપનીએ પાંચમા જનરેશનની હોન્ડા સીઆરવીને લૉન્ચ કરી હતી. આ નવી સીઆરવીની કિંમત પણ જૂની સીઆરવી કરતા ઘણી વધારે રાખવામાં આવી હતી, કારણ કે તેમાં નવા ડીઝલ એન્જિન જેવા ઘણા મહત્વપૂર્ણ અને નવીનતમ અપડેટ્સ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: તમે પણ Samsungના આ ફોનનો ઉપયોગ કરો છો તો હવે નહીં મળે અપડેટ

કેટલાનું મળશે ક્યું વેરિએન્ટ
સીઆરવી પર સપ્ટેમ્બર મહિનામાં ચાર લાખ રૂપિયા સુધીની છૂટ પણ મળી રહી હતી. દિલ્હીમાં Honda CR-V 1.6 AT વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 30.67 લાખ રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ પછી તમને આ વેરિઅન્ટ 26.67 લાખમાં મળી રહ્યું છે. દિલ્હીમાં 1.6 એટી એડબ્લ્યુડી વેરિએન્ટ્સની એક્સ શોરૂમ કિંમત 32.77 લાખ રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ પછી, આ વેરિઅન્ટ 27.77 લાખ રૂપિયામાં મળી રહ્યું છે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading