આ APP બતાવશે તમારા શરીરમાં કેટલું છે લોહી

News18 Gujarati
Updated: June 24, 2019, 1:57 PM IST
આ APP બતાવશે તમારા શરીરમાં કેટલું છે લોહી
આ સિવયા એક અન્ય પણ બ્લડ ગ્રુપ છે. જેનું નામ છે બોમ્બે બ્લડ ગ્રુપ. મુંબઇમાં 1952માં આવો પહેલો બનાવ બન્યો હતો. અને 1 મિલિયન લોકોમાંથી 4 લોકોમાં આ રક્ત સમૂહ હોય છે તેમ મનાય છે. જો કે હજી પણ રેર બ્લડ ગ્રુપનો ખિતાબ ગોલ્ડન બ્લડ ગ્રુપ પાસે જ છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવી એપ્લિકેશન વિકસાવી છે. જેમા લોહીની ઉણપ એટલે કે જે એનિમિયા વિશે સચોટ માહિતી પ્રદાન કરે છે.

  • Share this:
જ્યારે પણ કોઈ બીમારી થઈ હોય છે ત્યારે તમને અનેક પ્રકારના ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. જેમાં અનેક ટેસ્ટમાં તમારા બ્લડ પરથી ડોક્ટર બીમારીને દૂર કરવાનો ઉપાય સૂચવતાં હોય છે. હવે એક એવી એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. જેમાં તમારે બ્લડ નહિ આપવું પડે અને સીધી જ શરીરમાં લોહીની વિવિધ જાણકારી મળશે.

એમોરી યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ આ એપ્લીકેશન ડેવલપ કરી છે. આ એપ્લિકેશન એનિમિયા રોગ માટે ખાસ ડેવલપ કરવામાં આવી છે. આ એપ્લિકેશન તમારા નખના ફોટોને સ્કેન કરીને બ્લડ ડિસઓર્ડર વિશે માહિતી પૂરી પાડશે. આ એપ્લિકેશનથી હિમોગ્લોબીનની માત્રાને પણ કાઉન્ટ કરી શકશે. આ એપ્લિકેશન એનિમિયાની બીમારીના લક્ષણો અને લોહીની ઉણપ જાણવામાં મદદરુપ થશે.

ચીફ સંશોધક વિલ્બર લામે જર્નલને કહ્યું કે તે એક એવી એપ્લિકેશન છે જે એટલો જ આંકડો બતાવશે જેટલી લોહીની તપાસ કરશે. પણ માત્ર તફાવત એટલો છે કે લોહીના ટીપાને બહાર કાઢવા ન પડે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન માત્ર માહિતી પ્રદાન કરે છે અને કોઈ પણ પ્રકારનો રોગ શોધી શકશે નહીં. તેમણે આગળ જણાવ્યું હતું કે આ ટેકનીકી એટલી સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે, આ ગર્ભવતી મહિલા અને ખેલાડીઓના મામલામાં વધુ મદદરૂપ થશે.

એનિમિયાથી 2 અબજ લોકો છે પ્રભાવિત

લોહીનો અભાવ એટલે કે એનેમિયાની બિમારીથી પૂરી દુનિયામાં લગભગ બે અબજ લોકો આ રોગથી પીડાય છે. તેની તપાસ માટે લોહીની તપાસને કંપલીટ બ્લડ ગણતરી અથવા સીબીસી પણ કહેવામાં આવે છે. આ એપ્લિકેશનથી અનેક લોકોના ફોટાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને ફોટાની તુલનામાં તેમા લોહીની ઉણપ સાચી માત્રામાં ખબર પડી.
First published: June 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading