ગૂગલ આસિસ્ટન્ટની મદદથી તમારા બેડરૂમની વાતો બીજા પણ સાંભળી રહ્યાં છે!

ગૂગલનું કહેવું છે કે તે વોઇસ રિકગ્નિશનને ઉત્તમ બનાવવા માટે ફક્ત 0.2 ટકા ઓડિયો ક્લિપ્સને ટ્રાન્સક્રાઇબ કરે છે.

News18 Gujarati
Updated: July 12, 2019, 9:45 AM IST
ગૂગલ આસિસ્ટન્ટની મદદથી તમારા બેડરૂમની વાતો બીજા પણ સાંભળી રહ્યાં છે!
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 12, 2019, 9:45 AM IST
ગૂગલ માટે કામ કરતો થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર ગૂગલ આસિસ્ટન્ટના માધ્યમથી તમારા બેડરૂમની વાત સાંભળી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોની સુરક્ષાને લઈને મોટી ચિંતાનો વિષય છે. બેલ્ઝિયમ બ્રોડકાસ્ટર VRT NWSના જણાવ્યા પ્રમાણે ગૂગલ હોમ સ્પીકરના માધ્યમથી લોકોની વાતચીતને રેકોર્ડ કરવામાં આવી રહી છે. ઓડિયો રેકોર્ડિંગ તમામ સબ-કોન્ટ્રાક્ટરોને મોકલવામાં આવી રહ્યું છે. આ લોકો ગૂગલ રિકગ્નિશનને સારું બનાવવા માટે ટ્રાન્સક્રાઇબ કરી રહ્યા છે.

રિપોર્ટમાં બુધવારે કહેવામાં આવ્યું છે કે એક વ્હિસલ બ્લોઅરની મદદથી VRT NWSએ આશરે એક હજાર એક્સપર્ટ્સને ગૂગલ આસિસ્ટન્ટના માધ્યમથી સાંભળ્યા હતા. આ રેકોર્ડિંગમાં તમે લોકોની સંવેદનશીલ વાતો સાંભળી શકતા હતા.

ગૂગલ હોમ


બીઆરટીએ કહ્યુ કે 'ઘણા બધા પુરુષોએ પોર્ન સામગ્રી સર્ચ કરી, પતિ અને પત્ની વચ્ચે ઝઘડાં થયા, એક એવો પણ બનાવ સામે આવ્યો જેમાં મહિલા કોઈ મુશ્કેલીમાં ફસાઈ હતી. આ તમામ વાતો સાંભળી શકાતી હતી. આ તમામ વાતો રેકોર્ડિંગ પરથી માલુમ પડી હતી. અહીં સૌથી મોટી ચિંતાનો વિષય એ હતો કે વ્હિસલ બ્લોઅરે જે પ્લેટફોર્મને બતાવ્યું તેમાં દુનિયાભરના લોકોની વાતોનું રેકોર્ડિંગ હતું.'આંતરરાષ્ટ્રીય ડેટા નિગમ (આઈડીસી)ના જણાવ્યા પ્રમાણે એમેઝોન એકોએ 2018ના વર્ષમાં 59 ટકા શેર સાથે ભારતીય સ્માર્ટ સ્પીકર માર્કેટમાં નેતૃત્વ કર્યું હતું, જે બાદમાં ગૂગલ હોમનો ફાળો 39 ટકા રહ્યો હતો.
દેશમાં 2018માં કુલ 753 હજાર યૂનિટો મોકલવામાં આવ્યા હતા. ગૂગલ હોમના મિની અને તમામ સ્માર્ટ સ્પીકર મોડલો વેચાઇ ગયા હતા. બેલ્ઝિયમ બ્રોડકાસ્ટરનું કહેવું છે કે એ સમયે પણ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું જ્યારે યૂઝરે 'Ok Google' વેક અપ વર્લ્ડ કહ્યો ન હતો.જોકે, ગૂગલે કહ્યુ કે તે વોઇસ રિકગ્નિશનને ઉત્તમ બનાવવા માટે ફક્ત 0.2 ટકા ઓડિયો ક્લિપ્સને ટ્રાન્સક્રાઇબ કરે છે. કંપનીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. કારણ કે આ ડેટા સુરક્ષા પોલીસીનું ઉલ્લંઘન છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે એમેઝોન એલેક્સા પહેલા જ લોકોનું રેકોર્ડિંગ સાંભળી રહ્યાના આક્ષેપ સાથે વિવાદમાં છે.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...