દુનિયાના સૌથી નાના લેપટોપમાં છે 1 ઇંચની સ્ક્રીન, વીડિયોમાં જુઓ કેવી રીતે કરે છે કામ

News18 Gujarati
Updated: August 4, 2019, 4:07 PM IST
દુનિયાના સૌથી નાના લેપટોપમાં છે 1 ઇંચની સ્ક્રીન, વીડિયોમાં જુઓ કેવી રીતે કરે છે કામ
આ લેપટોપ બનાવવા માટે સાત દિવસનો સમય લાગ્યો છે, તે કેવી કામ કરે છે અને કેવું દેખાય છે તે જાણો.

આ લેપટોપ બનાવવા માટે સાત દિવસનો સમય લાગ્યો છે, તે કેવી કામ કરે છે અને કેવું દેખાય છે તે જાણો.

  • Share this:
શું તમે 1 ઇંચની સ્ક્રીનવાળા લેપટોપની કલ્પના કરી શકો છો? અમેરિકાના આઇટી એન્જિનિયર પોલ ક્લિન્ગરે વિશ્વનું સૌથી નાનું લેપટોપ બનાવ્યુ છે, જેનુ નામ થિંકટિની છે. આ લેપટોપની સ્ક્રીન ફક્ત એક ઇંચની છે. તેની ડિસ્પ્લે 0.96 સે.મીની છે.

ક્લિન્ગરના આ મીની લેપટોપમાં કીપેડની મધ્યમાં લાલ કલરનો ટ્રેકપોઇન્ટ સ્ટાઇલ કર્સર નિયંત્રક પણ છે. તેને સાત દિવસમાં બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત 85 ડોલર (લગભગ 6 હજાર રૂપિયા) છે.

થિંકટિની લેપટોપ બનાવવા માટે ક્લિન્ગરે 3 ડી પ્રિન્ટેડ કેસ તૈયાર કર્યો છે. આ મીની લેપટોપમાં 128 x 64 પિક્સેલ્સની OLED ડિસ્પ્લે છે. આ નાના લેપટોપમાં એટીની 1614 મીની કંટ્રોલર પણ આપવામાં આવ્યું છે.આ પણ વાંચો: WhatsApp પર મેસેજ 'Forward' કરો છો તો આ નવા ફિચર વિશે જરુર જાણો, થયો છે ફેરફાર

પાવર માટે તેમાં 300 એમએએચની બેટરી છે. TP 5400 બેટરી ચાર્જર પણ લેપટોપમાં આપવામાં આવ્યું છે, જેમાંથી તે પણ ચાર્જ કરી શકાય છે. વિશેષ વાત એ છે કે આ મિની લેપટોપમાં યુઝર્સ સ્નેક, લુનર, લેન્ડર અને ટેટ્રિસ જેવી ગેમ પણ રમી શકે છે. આપેહલા પૉલ ક્લિન્ગરે એક નાનું ગેમિંગ ડેસ્કટટોપ પણ બનાવ્યું હતુ.
પૉલ ક્લિન્ગર આ ક્ષણે એ નાના લેપટોપને વેચવા માંગતા નથી, પરંતુ જો કોઈ આ લેપટોપ જાતે જ બનાવવા માંગે છે, તો ક્લિન્ગરે તેના ગિટહબ પેઇઝ પર સંપૂર્ણ કોડ અને ડિઝાઇન મૂકી દીધી છે.
First published: August 4, 2019
વધુ વાંચો
अगली ख़बर