જૂનો ફોન ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

News18 Gujarati
Updated: June 4, 2018, 3:41 PM IST
જૂનો ફોન ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
સ્માર્ટફોન માર્કેટમાં એકથી એક બજેટ સેગમેન્ટમ ફોન છે. પરંતુ ક્યાંરેક આપણને મોંઘો ફોન પસંદ પડી જાય છે જે આપણા બજેટ બહાર હોય છે. આવી સ્થિતિમાં આપણે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનો ઓપ્શન હોય છે.

સ્માર્ટફોન માર્કેટમાં એકથી એક બજેટ સેગમેન્ટમ ફોન છે. પરંતુ ક્યાંરેક આપણને મોંઘો ફોન પસંદ પડી જાય છે જે આપણા બજેટ બહાર હોય છે. આવી સ્થિતિમાં આપણે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનો ઓપ્શન હોય છે.

  • Share this:
સ્માર્ટફોન માર્કેટમાં એકથી એક બજેટ સેગમેન્ટમ ફોન છે. પરંતુ ક્યાંરેક આપણને મોંઘો ફોન પસંદ પડી જાય છે જે આપણા બજેટ બહાર હોય છે. આવી સ્થિતિમાં આપણે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનો ઓપ્શન હોય છે. પરંતુ સેકન્ડ હેન્ડ ફોનને વેચવા માટે આપણને ફોન અંગે સ્થિતિ કરતા વધારે વખાણ કરવામાં આવે છે. જોકે, સ્માર્ટફોન ખરીદ્યા પછી ફોનની ખામીઓ જાણવા મળે છે. આવી સ્થિતિમાં જૂનો ફોન ખરીદતા પહેલા કઇ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. ચાલો જાણીએ..

સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા એ વાતની સારી રીતે તપાસ કરી લો કે જે ફોન કરીદવા જઇ રહ્યા છો તે ચોરીનો ફોન તો નથી ને. ફોન ખરીદતા પહેલા અસલ બિલ જરૂર જોઇલેવું.

ફોનની બેટરી અને ચાર્જિંગઃ મોબાઇલ ખરીદ્યા પછી મોટાભાગના લોકોને બેટરી ની સમસ્યા સતાવે છે. એટલે જૂનો ફોન ખરીદતા પહેલા મોબાઇલની બેટરી સારી છે કે નહીં એ ચેક કરી લેવું એટલે પાછળથી કોઇ મુશ્કેલી ઊભી ન થાય. આ ઉપરાંત મોબાઇક યોગ્ય રીતે ચાર્જ થાય છે કે નહીં તે પણ ચેક કરી લેવું. ફોનમાં ઓરિજનલ બેટરી લગાવવામાં આવી છે કે નહી તે પણ ચેક કરી લેવું.

કેમેરા ફિચર્સઃ કોઇપણ સ્માર્ટફોનમાં સૌથી મહત્વનું ફિચર કેમેરા હોય છે. આમ જૂના ફોનમાં કેમેરો સારો ચાલે છે કે નહીં તે પણ ચેક કરી લેવું. કેમેરાને તપાસવા માટે ફોટો પણ પાડી લેવો. જેનાથી કેમેરાની ક્વાલિટી અંગે ખબર પડી જશે.

નેટવર્કઃ સેકેંડ હેન્ડ ફોન ખરીદતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું કે તમારો ફોન બધા નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં. નહીં તો પાછળથી તમારે પસ્તાવાનો વારો આવશે. ફોનને તપાસવા માટે ફોનમાં સીમ લગાવીને એકવાર ફોન કરી લેવો. જેનાથી સ્માર્ટફોનના માઇક, સ્પિકરની ખબર પડી જશે.

આઇએમઇઆઈ નંબરઃ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનની બેટર ઉપર લખેલો નંબર ફોનના આઇએમઇઆઇ નંબરની મેચ થાય છે કે નહીં તે જોઇ લેવું. આઇએમઇઆઇ નંબર જોવા માટે *#06# ડાયલ કરવું.
Loading...

કનેક્ટિવિટી ફિચર્સઃ ફોનના બ્લૂ-ટૂથ, વાઇ-ફાઇ અને બાકીની કનેક્ટિવિટી ઓપ્શન યોગ્ય છે કે નહીં તે ચેક કરી લેવા.

આ ઉપરાંત ફોનની ડિસ્પ્લે ચેક કરી લેવી. આ ઉપરાંત એ પણ ચેક કરી લેવું જોઇએ કે ફોન યોગ્ય રીતે ઓન-ઓફ થાય છે કે નહીં. પોનના બધા બટન સરખી રીતે કામ કરે છે કે નહીં, ફોનની સ્કૂન ટચ ચાલે છે કે નહીં. આ બધું તપાસી લેવું.

એ પણ ધ્યાન રાખવું કે ફોન વધારે જૂનો ન હોય. એક વર્ષથી વધારે જૂનો ફોન ખરીદવું એ તમારા માટે નુકસાનનો સૌદો થશે. એટલા માટે કે જૂના ફોનમાં હેંગ થવાની સમસ્યા વધારે થાય છે.

જો તમને એવું લાગે કે તમને જે ફોનની કિંમત જણાવવામાં આવી રહી છે એની કિંમત વધારે છે તો તમારે એ ફોનની કિંમત ઓનલાઇન ચેક કરી લેવી જોઇએ.

 
First published: June 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...