નવી દિલ્હી : વર્તમાન સમયે સ્માર્ટફોન લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયો છે. એમાં પણ કોરોના મહામારી વચ્ચે સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધ્યો છે. સ્માર્ટફોનને લોકો વિવિધ કાર્યો માટે ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક સતત ઉપયોગના કારણે સ્માર્ટફોન હેંગ થઈ જાય છે. અલબત્ત આ તો સામાન્ય બાબત છે, પરંતુ ક્યારેક કોઈ મહત્વનું કામ હોય ત્યારે સ્માર્ટ ફોન હેંગ થઈ જાય તો મુસીબત આવી પડે છે. ઘણા લોકો સ્માર્ટ ફોન વારંવાર હેન્ગ થતો હોવાના કારણે ફેક્ટરી રીસેટ કરવો જ સૌથી સારો વિકલ્પ માને છે. પરંતુ ફેક્ટરી રીસેટમાં ફોનનો બધો જ ડેટા ડિલીટ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફોનને ફેક્ટરી રીસેટ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહિતર ખૂબ મોટું નુકસાન સહન કરવું પડે છે. તો ચાલો આજે ફોનને ફેક્ટરી રીસેટ કરતા પહેલા કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સમજીએ.
ફેક્ટરી રિસેટ એટલે શું?
સૌથી પહેલા ફેક્ટરી રીસેટ શું છે? તેનું જાણી લેવું જોઈએ. ફેક્ટરીમાંથી તુરંત બહાર નીકળ્યા બાદ સ્માર્ટફોન જેવો હોય તેવો ફરીથી થઈ જાય તેને ફેક્ટરી રીસેટ કહેવાય છે. આ રીસેટ પદ્ધતિથી તમે ફોનમાંથી તસવીરો, વિડીયો, એપ્લિકેશન, પાસવર્ડ સહિતના તમામ ડેટા ડીલીટ કરી શકો છો.
ફેક્ટરી રીસેટ કરતા પહેલા સ્માર્ટફોનમાં રહેલ તમારા ડેટાનું બેકઅપ લઈ લો. સ્માર્ટ ફોનમાંથી બેકઅપ લેવા ઘણી પદ્ધતિ છે. મેમરી કાર્ડ, કલાઉડ સર્વર અથવા લેપટોપ સાથે ફોન કનેક્ટ કરીને પણ ડેટાનું બેકઅપ લઈ શકો છો
આટલું ધ્યાન રાખો
ફેક્ટરી રીસેટ કરવાથી તમારા ફોનના ઈન્ટરનલ સ્ટોરેજમાં ખરાબ અસર થાય છે. જેથી જ્યાં સુધી ખૂબ વધુ જરૂર ન હોય ત્યાં સુધી ફોનને ફેક્ટરી રીસેટ કરશો નહીં. સામાન્ય હેંગ થતો હોય તો તમે બેકગ્રાઉન્ડમાં રન થતી બિનઉપયોગી એપ્લિકેશનોને ડીલીટ કરી શકો છો.
દરેક સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ અલગ હોય છે. માટે સ્માર્ટફોનને જેવી તેવી પદ્ધતિથી રીસેટ કરશો નહીં. ફોનને ફેક્ટરી રીસેટ કરવા માટે સૌપ્રથમ ફોનના સેટિંગમાં જાવ, ત્યાર બાદ બેકઅપ અથવા પ્રાઈવેસી એન્ડ રિસેટનું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. ત્યારબાદ નીચે દેખાતા ફેક્ટરી રીસેટ ઓપ્શનને સિલેક્ટ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર