આ સરળ Tricks અજમાવીને તમે બચાવી શકશો ઇન્ટરનેટ ડાટા

Three happy young women sitting on stairs having fun with cell phone

જેમે જેમ ઇન્ટરનેટ પેક સસ્તા થઇ રહ્યા છે એટલી જ ઝડપથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. પહેલા આપણે દોસ્તો સાથે વાત કરવા માટે આપણે ટેક્સ મેજેસનો ઉપયોગ કરતા હતા.

 • Share this:
  જેમે જેમ ઇન્ટરનેટ પેક સસ્તા થઇ રહ્યા છે એટલી જ ઝડપથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. પહેલા આપણે દોસ્તો સાથે વાત કરવા માટે આપણે ટેક્સ મેજેસનો ઉપયોગ કરતા હતા. પરંતુ ફોનમાં ઇન્ટરનેટ હોવાથી આપણે દિવસભર મિત્રો-સંબંધીઓ સાથે મેસેજિંગ એપ દ્વારા જોડાયેલા રહીએ છીએ. જરૂરી ન હોવા છતાં આપણે ફોનમાં કંઇના કંઇ સર્ફ કરતા રહીએ છીએ. જેના કારણે આપણા ઇન્ટરનેટનો વપરાશ વધી જાય છે. આમ મોબાઇલ ઇન્ટરનેટ ડેટા ઝડપી પુરો થઇ જાય છે. અને જ્યારે આપણને જરૂર હોય ત્યારે ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જાય છે. તો ચાલો આ આપણે જાણીએ કે કેટલીક સરલ ટ્રિક્સથી આપણે આપણું ઇન્ટરનેટ ડેટા પેકને કેવી રીતે બચાવી શકાય.

  ઓટોમેટિક એપ્સ અપડેટને Disable કરી દો

  ઓટોમેટિક એપ્સ અપડેટને Disable કરી દો. સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જાઓ અને પછી Menu>Settings >Auto-update apps ટાઇપ કરો. હવે 'Auto-update apps over Wi-Fi only'ને સિલેક્ટ કરો. આ ઉપરાંત તમે 'Do not auto-update apps'નો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રહે કે આવી સ્થિતિમાં તમારે એપ્સને મેન્યુઅલી અપડેટ કરવાની રહેશે.

  એપ્લિકેશન્સનું લાઇટ વર્ઝનનો ઉપયોગ કરો

  એપ્લિકેશન્સનું લાઇટ વર્ઝનનો ઉપયોગ કરો. આજકાલ અનેક એપ્સમાં ઇન્ટરનેટ ડેટાનો ઓછો ઉપયોગ થાય એવા વર્ઝન ઉપલબ્ધ છે. જેવા કે યુટુબ લાઇટ, ફેસબુક લાઇટ, મેસેન્જર લાઇટ, ટ્વિટર લાઇટ. જણાવી દઇએ કે આવી એપ્સ ઓછો ઇન્ટરનેટ ડેટા વાપરશે ઉપરાંત ફોનમાં જગ્યા પણ ઓછી લે છે.

  બેકગ્રાઉન્ડની ચાલુ એપ્શન ગણોખરો ડેટા બરબાદ કરે છે

  મોટાભાગના લોકો એ જાણતા નહીં હોય કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એવી ગણી એપ્લિકેશન્સ છે જે યુઝ ન કરવા છતાં પણ બેકગ્રાઉન્ડમાં ઓન રહે છે. આ એપ્સના કારણે તમારો ગણોખરો ડેટા બરબાદ થઇ જાય છે. જેને બચાવવા માટે તમારે બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરવાનો રહેશે. જેના માટે સેટિંગમાં જઇને Data Usageમાં જોશો તો તમને દેખાશે કે કઇ એપ્સ કેટલો ડેટા વાપરી રહી છે.

  રિજોલ્યૂશન ઓછું કરીને વીડિયો જોવો

  વીડિયોને રિજોલ્યૂશન ઓછું કરીને જોવા. વીડિયોને જોતી વખતે રિજોલ્યૂશનને સેટ કરી લેવાથી ડેટાને બચાવી શકાય છે. HD રિજોલ્યૂશન વીડિયો સૌથી વધારે વીડિયો ડેટાનો વપરાશ થાય છે. તમે HD વીડિયોને wifi ઉપર સેટ કરી શકો છો.

  ઓટો ડાઉનલોડ બંધ કર દો

  ઓટો ડાઉનલોડ બંધ કર દો. મેસેજિંગ એપ્સ થકી ફોટો શેર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એપ્સમાં ઓટો ડાઉનલોડનો ઓપ્શન આવે છે. એટલે કે કોઇએ મોકલેલો ફોટો કે વીડિયો એની જાતે જ ડાઉનલોડ થઇ જાય છે. આના માટે તમારે સેટિંગમાં જઇને ઓફ કરવાનું રહેશે. આ ઉપરાંત એક ઓપ્શન 'auto Download over wifi only' પસંદ કરી શકો છો.
  Published by:Ankit Patel
  First published: