Home /News /tech /WhatsApp પર ક્યારેય ન કરો આ ભૂલો, સરળતાથી બૅન થઈ શકે છે તમારું અકાઉન્ટ
WhatsApp પર ક્યારેય ન કરો આ ભૂલો, સરળતાથી બૅન થઈ શકે છે તમારું અકાઉન્ટ
હવે તમે WhatsApp પરથી આ રીતે મોકલો 2 GB મૂવી
WhatsApp Accounts Banned: વોટ્સએપે (WhatsApp) માર્ચમાં 18.05 લાખ ભારતીય અકાઉન્ટ્સ બૅન કર્યા છે. જો તમે ઈચ્છો છો કે તમારું વોટ્સએપ અકાઉન્ટ ક્યારેય બૅન ન થાય, તો આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
WhatsApp Accounts Banned: મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp) માર્ચમાં 18.05 લાખ ભારતીય અકાઉન્ટ્સ બૅન કર્યા છે. કંપનીએ આવું કરવાનું કારણ યુઝર્સ તરફથી મળેલી ફરિયાદો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ પર સર્વિસ સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે વોટ્સએપનું કહેવું છે કે જ્યારે તેને લાગે છે કે કોઈ અકાઉન્ટની એક્ટિવિટી તેમની સેવાની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે, તો તેઓ તેને બૅન કરે છે.
આવી ભૂલ ક્યારેય ન કરોઃ જો તમે ઈચ્છો છો કે તમારું વોટ્સએપ અકાઉન્ટ ક્યારેય બૅન ન થાય, તો આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
1. ધ્યાનમાં રાખો કે સ્પામ માટે ક્યારેય WhatsApp નો ઉપયોગ કરવો જોઈએ નહીં.
4. ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિસ મોકલવાથી સંપૂર્ણપણે બચો. સોશિયલ મીડિયા કંપનીના માસિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે અમલમાં આવેલા નવા IT નિયમો હેઠળ 50 લાખથી વધુ યુઝર્સ વાળા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવી જરૂરી છે. આ રિપોર્ટમાં ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતો હોય છે.
રિપોર્ટ અનુસાર 1 માર્ચથી 31 માર્ચ, 2022ની વચ્ચે WhatsAppએ 18.05 લાખ ભારતીય અકાઉન્ટને દુરુપયોગ કરવાને કારણે બૅન કર્યા છે.
ભારતીય અકાઉન્ટ્સની ઓળખ +91 ફોન નંબર દ્વારા કરવામાં આવી હતી. વોટ્સએપે કહ્યું કે તેને માર્ચ 2022માં દેશભરમાંથી કુલ 597 ગ્રીવાંસ રિપોર્ટ મળ્યા હતા અને તેમાંથી 74 વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. Whatsapp એ કહ્યું કે વર્ષોથી અમે અમારા પ્લેટફોર્મ પર અમારા યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.
મેટા-માલિકીની કંપની Whatsappના પ્રવક્તાએ કહ્યું કે, જેવું તાજેતરના માસિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ માર્ચ મહિનામાં 18 લાખથી વધુ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર