ફાઇલ શેર કરવા માટે Shareitને બદલે યૂઝ કરી શકો છો આ Apps

News18 Gujarati
Updated: September 4, 2019, 8:18 AM IST
ફાઇલ શેર કરવા માટે Shareitને બદલે યૂઝ કરી શકો છો આ Apps
જો તમે પણ ફાઇલ શેર કરવા માટે Shareitનો ઉપયોગ નથી કરવા માંગતા તો આ એપ્સનો ઉપયોગ કરી શકો છો

જો તમે પણ ફાઇલ શેર કરવા માટે Shareitનો ઉપયોગ નથી કરવા માંગતા તો આ એપ્સનો ઉપયોગ કરી શકો છો

  • Share this:
જો એપ્પલના AirDropને ટક્કર આપનારી કોઈ એપ છે તો તે છે SHAREit. હાલમાં વીડિયો, તસવીરો, કોન્ટેક્ટ્સ અને બીજી એપ્સને પણ શેર કરવા માટે તેનો ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેની પર આવતી જાહેરાતો અને સ્ટ્રીમિંગ સર્વિસિઝના કારણે ઘણા લોકો તેને પસંદ નથી કરતા. તો અમે આપને જણાવીએ છીએ જો તમે પણ આ એપનો ઉપયોગ નથી કરવા માંગતા તો તેને બદલે કઈ બીજી એપ્સનો ઉપયોગ કરી શકો છો.

1. Send Anywhere

આ SHAREitનો ખૂબ જ સારો વિકલ્પ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફાઇલને તેની ઓરિજિનલ સાઇઝમાં જ ટ્રાન્સફર કરે છે. જેના કારણે ફાઇલની ક્વોલિટી ખરાબ નથી થતી. સાથોસાથ તેનાથી દુનિયામાં ક્યાંય પણ ફાઇલ મોકલી શકાય છે. એપ આપને કનેક્ટ કરવા માટે 6 ડિજિટનો સિક્યિોરિટી કોડ મોકલે છે જેના દ્વારા તમે ઘણી સુરક્ષિત રીતે કનેક્ટ થઈ શકો છો. જોકે, તેની ફાઇલ મોકલવાની ઝડપ ઘણી સારી છે પરંતુ SHAREitથી વિપરિત ફાઇલ મોકલવા માટે તેને ઝડપી ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે.

2. Xender

આ એપને SHAREitની તુલનામાં યૂઝ કરવી ખૂબ સરળ છે. આ એપને યૂઝ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. તે ઘણી યૂઝર ફ્રેન્ડલી છે. આ ઉપરાંત તેમાં ગ્રુપ શેરિંગ પણ કરી શકાય છે. સાથોસાથ તે ઈગ્લિંશ ઉપરાંત અરેબિક, ચાયનીઝ, જર્મન, હિન્દી અને ઇન્ડોનેશિયન જેવી અનેક ભાષાઓને પણ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો, દુનિયાની ટૉપ પાંચ કંપનીઓ જે ભારતમાં વેચી રહી છે સૌથી વધુ મોબાઈલ3. Zapya

જો તમારે બલ્કમાં ફાઇલોને ટ્રાન્સફર કરવી છે તો આ એપ ઘણી મદદરૂપ સાબિત થશે. તેમાં ક્યૂઆર શેરિંગ મોડથી તમે ફાઇલોને ટ્રાન્સફર કરી શકો છો. SHAREitની જેમ જ Zapyaને ક્રોસ પ્લેટફોર્મ શેરિંગ માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

4. Snapdrop

SHAREitની જેમ જ આ અપણ એપ્પલની AirDropને ટક્કર આપે છે. તે ઘણી સરળતાથી અને સીધી રીતે ડેટાને એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર કરે છે. તેમાં ફાઇલની સાઇઝને લઈને કોઈ સીમા નથી જેનાથી તમે કંઈ પણ શેર કરી શકો છો. તેનું ઇન્ટરફેસ પણ AirDrop જેવું જ છે જેનાથી તે ઘણી સરળતાથી ફાઇલને શેર કરી દે છે.

5. Instashare

તેનાથી ફાઇલ શેર કરવી ઘણી સરળ છે. તમારે માત્ર શેર બટનને પસંદ કર્યા બાદ ઇન્સ્ટાશેરને પસંદ કરવાનું છે. સાથોસાથ તેનાથી કોઈ પણ પ્રકારની ફાઇલને શેર કરી શકાય છે. આ ઉપરાંત તેમાં ફાઇલની સાઇઝને લઈને પણ કોઈ મુશ્કેલી ઊભી નથી થતી.

આ પણ વાંચો, હંમેશા ON રાખો ફોનનું આ એક સેટિંગ, ચોરી થવા પર કરશે મદદ
First published: September 4, 2019, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading