Airtel અને Vodafone એ બે લોકપ્રિય પ્રીપેઇડ પ્લાન બંધ કર્યા

News18 Gujarati
Updated: December 4, 2019, 11:04 AM IST
Airtel અને Vodafone એ બે લોકપ્રિય પ્રીપેઇડ પ્લાન બંધ કર્યા
બે લોકપ્રિય પ્રીપેઇડ પેક બંધ કર્યા.

એરટેલ અને વોડાફોન (Airtel and Vodafone-Idea) એ ટેરિફ રેટ લાગુ કર્યા છે. જેને લઇ કંપનીએ તેમના બે લોકપ્રિય પ્રીપેઇડ પેક બંધ કરી દીધા છે.

  • Share this:
એરટેલ અને વોડાફોને 3 ડિસેમ્બરથી ટેરિફ રેટ લાગુ કર્યા છે. એરટેલ અને વોડાફોનના કેટલાક પહેલાના પ્લાનમાંથી તેમના બે લોકપ્રિય પ્રીપેઇડ પેક બંધ કરી દીધા છે. જ્યાં એરેટેલ અને વોડાફોને તેમના નવા પેક વિશેની માહિતી શેર કરી છે, જ્યારે જિયોએ હજી સુધી નવા પ્લાન જાહેર કર્યા નથી.

એરટેલ અને વોડાફોનના આ પ્લાન બંધ

>> એરટેલ અને વોડાફોને 169 રુપિયા અને 199 રુપિયાના પેક બંધ કરી દીધા છે. 28 દિવસની વેલિડિટીવાળી આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટા મળતો હતો. તેમની જગ્યાએ નવા પ્લાન લૉન્ચ કર્યા છે, આ પેકમાં લાભના કેટલાક વધુ ફાયદાઓ મળશે. પરંતુ નવા પ્લાનની કિંમત પણ વધારે છે.

>> એરટેલે 169 અને 199 રૂપિયાના પ્લાનને બદલે 248 રૂપિયાનો એક જ પ્લાન રજૂ કર્યો છે. 169 રૂપિયાવાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ મળતા હતા. 199 રુપિયાના પ્લાનમાં 28 દિવસની માન્યતા, દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ દિવસમાં ઉપલબ્ધ હતા.

>> આ બંનેની જગ્યાએ શરૂ કરવામાં આવેલા 248 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને દિવસના 100 એસએમએસ મળશે. આ પેકમાં અનલિમિટેડ કૉલિંગ ફક્ત એરટેલથી એરટેલ સુધી મળશે. અન્ય નેટવર્ક્સ પર કૉલ કરવા માટે તમને 1000 FUP મિનિટ મળશે. આ 1000 મિનિટ પૂર્ણ થયા પછી તમારે બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે મિનિટ દીઠ 6 પૈસા ચૂકવવા પડશે.

વોડાફોન-એરટેલ પાસે દરરોજ 1 જીબી ડેટા સાથે કોઈ પેક નથી>> હવે નવા પેકની રજૂઆત સાથે એરટેલના પોર્ટફોલિયોમાં આવા કોઈ પ્લાન નથી, જેમાં દરરોજ 1 જીબી ડેટા મળ. 28 દિવસની વેલિડિટી સાથે સસ્તા 248 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. જે લોકો વધારે ડેટાનો ઉપયોગ કરે છે તે રૂપિયા 298 નો પ્લાન લઇ શકે છે, જેમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. પહેલાના 249 રૂપિયાના પ્લાનને રિપ્લેસ કરવામાં આવ્યો છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर