Home /News /tech /Artificial Intelligence: શું રોબોટ માનવતાના અંતનું કારણ બનશે? વૈજ્ઞાનિકોએ પણ ડર દર્શાવ્યો

Artificial Intelligence: શું રોબોટ માનવતાના અંતનું કારણ બનશે? વૈજ્ઞાનિકોએ પણ ડર દર્શાવ્યો

રોબોટનો વિકાસ માનવતા માટે જોખમ બની શકે છે.

Artificial intelligence: AI લોકોની રોજબરોજની દિનચર્યાનો હિસ્સો બની ગયુ છે. જેટલી ઝડપથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિકાસ થઈ રહ્યો છે, કેટલાય નિષ્ણાતો તેને લઈને ચિંતિત છે. શુ તમે ટર્મિનેટર ફિલ્મ જોઈ છે? 1990 ના દશકમાં આવેલી ફિલ્મ સીરીજમાં AI ની તે જ દુવિધાને દર્શાવવામાં આવી છે, જેનો લોકોને આજે ડર લાગી રહ્યો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે AIનો ઉપયોગ આજે દુનિયાભરની તમામ ટેકનોલોજીમાં થાય છે. આમ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોતે જ એક ટેકનોલોજી છે. તેનો ઉપયોગ સ્માર્ટફોનના કેમેરાથી લઈને મશીન શીખવા સુધી થઈ રહ્યો છે. આપણી ચારેય બાજુ AI કોઈના કોઈ રૂપમાં હાજર છે.

  AI લોકોની દિનચર્યાનો હિસ્સો બન્યું


  AI લોકોની રોજબરોજની દિનચર્યાનો હિસ્સો બની ગયુ છે. જેટલી ઝડપથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિકાસ થઈ રહ્યો છે, કેટલાય નિષ્ણાતો તેને લઈને ચિંતિત છે. શુ તમે ટર્મિનેટર ફિલ્મ જોઈ છે? 1990 ના દશકમાં આવેલી ફિલ્મ સિરીઝમાં AI ની તે જ દુનિયાને દર્શાવવામાં આવી છે, જેનો લોકોને આજે ડર લાગી રહ્યો છે. તમે સવારે ઉઠો અને AI એ દુનિયા પર કબ્જો કરી લીધો હોય તો શું થાય? આ રીતના અનુમાન લગાવવામાં આવી રહ્યા નથી. એવુ વિચારનારા ટેકનોલોજી સેક્ટરના નિષ્ણાતો છે.

  AI માનવતા માટે મોટું જોખમ


  ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને Google Deepmind ના સંશોધકોનું એક પેપર ગયા મહિને AI Magazine માં પ્રકાશિત થયુ હતું. આ પેપરમાં AI રિસ્ક પર ચર્ચા કરવામાં આવી છે. સંશોધકોએ જણાવ્યુ કે, કેવી રીતે AI માનવતા માટે એક મોટું જોખમ બની રહ્યુ છે.

  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છેતરવાનું શીખી જશે


  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસમાં Generative Adversarial Network નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ બે માપદંડો પર કામ કરે છે. પહેલા ઈનપુટ ડેટાના આધારે એક તસવીર તૈયાર થાય છે, જ્યારે બીજો હિસ્સો પ્રદર્શનને ગ્રેડ કરે છે. સંશોધકોનો દાવો છે કે, એડવાન્સ AI છેતરપિંડી કરવાનું શીખી જશે. વધુ રિવર્ડ મેળવવાની લાલચમાં AI માણસોને છેતરી શકે છે અને આ રીતે તે માનવતાને પણ નુકસાન પહોંચાડી શકે છે.

  આ પણ વાંચોઃ નાના વ્યવસાય પર ટેકનોલોજીની એક હકારાત્મક અસર

  ઓક્સફોર્ટ યુનિવર્સિટીના Michael K. Cohen ને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ, ‘અસંખ્ય સ્ત્રોતો વાળી દુનિયામાં ક્યારે શુ થશે તે અનિશ્ચિત છે. ત્યારે મર્યાદિત સ્ત્રોતો વાળી દુનિયામાં સ્પર્ધા થઈ નિશ્ચિત છે.તેમણે કહ્યુ કે, ‘તમે જો કોઈની સાથે સ્પર્ધામાં છો, જે તમને ડગલેને પગલે ચતુરાઈથી માત આપી શકે છે, તો તમે જીતની કલ્પના પણ ના કરી શકો.

  ...સત્ય સાબિત થશે નિષ્ણાતોનો ડર


  સામાન્ય ભાષામાં સમજીએ તો કોઈક સમયે AI ને આપણા માટે ખાદ્ય પદાર્થો ઉગાડવા માટે જવાબદારી આપવામાં આવશે. સંભવ છે કે તે આવુ નહી કરવાની રીત શોધી લેશે અને તેનું રિવર્ડ પણ મેળવી લેશે.

  આ પણ વાંચોઃ રાજ્યમાં પ્રથમવાર સરકારી શાળામાં ડ્રોન ટેકનોલોજી અને રોબોટિક્સ પાઠ ભણાવવાનું શરૂ

  એડવાન્સ AI વિકસિત ન કરવું જોઈએ


  Cohen એ તેના અંદાજે એ જ કહ્યુ છે કે, આપણે આટલુ એડવાન્સ AI વિકસિત ના કરવુ જોઈએ, જે આપણને ખત્મ કરી શકે. હોલીવૂડની ફિલ્મમાં પણ આવુ જ બતાવવામાં આવ્યુ છે. આપણુ ભવિષ્ય આપણી વર્તમાનની કલ્પનાઓનું સ્વરૂપ હોય છે. આજે સ્માર્ટફોન કે અન્ય કેટલીય ટેકનોલોજી જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તેની ક્યારેય ને ક્યારેય કલ્પના કરવામાં આવી હતી. એવામાં કોઈક દિવસ આપણું યુદ્ધ આપણા જ બનાવેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે થાય, તો કદાચ અંતિમ પરીણામ આપણા પક્ષમાં ન હોય.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Artificial Intelligence, Human Life, Robot

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन