સાવધાન! ભારતમાંથી ચોરાયેલા iPhone પાકિસ્તાનમાં થઈ રહ્યા છે યૂઝ

ફાઇલ તસવીર

ગેંગના લીડર નરેશે પોલીસને જણાવ્યું કે તે દર અઠવાડિયે 150થી 200 મોબાઇલ નેપાળ મોકલતો હતો.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : iPhone વાપરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે પોલીસ તમારા ઘરે પહોંચે અને તમારા આઇફોન વિશે પૂછપરછ કરે. ત્યારે તમે જણાવો કે તમારી પાસે તમારો આઇફોન નથી. તે ચોરાઇ ગયો છે. આ વખત પોલીસ તમને કહે કે તમારો આઇફોન બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં યૂઝ થઈ રહ્યો છે ત્યારે તમને ઝટકો લાગશે. આ માટે જ જરૂરી છે કે મોબાઇફ ફોન ચોરી થાય કે પછી ગુમ થાય તો તેની ફરિયાદ જરૂરી કરવી.

    રવિવારે દિલ્હી પોલીસે એક આવી જ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દિલ્હીમાંથી ચોરેલા આઇફોન પહેલા નેપાળ મોકલતી હતી અને બાદમાં આવા ફોન નેપાળના રસ્તે બીજા દેશમાં મોકલવામાં આવતા હતા. આ પહેલા ફેબ્રુઆરી 2019માં પણ આવું જ ષડયંત્ર સામે આવ્યું હતું, જેમાં એક ગેંગ આઇફોનની ચોરી કરીને તેને બાંગ્લાદેશ મોકલતી હતી.

    દિલ્હી પોલીસે આ મામલે સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં એક નેપાળ મૂળનો નિવાસી પણ સામેલ છે. ગેંગ પાસેથી આશરે 64 લાખના 311 મોબાઇલ ફોન મળી આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં આઇફોન છે. ગેંગના લીડર નરેશે પોલીસને જણાવ્યું કે તે દર અઠવાડિયે 150થી 200 મોબાઇલ નેપાળ મોકલતો હતો. ત્યાંથી બીજા પાડોશી દેશમાં ફોન મોકલવામાં આવતા હતા.

    આ માટે બીજા દેશમાં મોકલવામાં આવી રહ્યા છે આઇફોન

    આ પહેલા પણ મોબાઇલ ચોરતી એક ગેંગ પકડવામાં આવી હતી. આ ગેંગ એક કંપની માટે કામ કરતા હતી. મોબાઇલની ચોરી કરતા લોકો અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ કામ કરતા હતા અને બે દિવસની રજા રાખતા હતા. ગેંગના સભ્યએ જણાવ્યું કે દિલ્હીમાં ફોન ચોરનારાઓના હાથમાં આઇફોન પણ આવી જતા હોય છે. પરંતુ આઇફોનનો IMEI નંબર ક્રેક નથી કરી શકાતો. સાથે જ તેને ઝડપથી કોઈ ખરીદવા માટે તૈયાર પણ નથી થતું. પરંતુ નરેશ જેવા લોકો રસ્તામાં આઇફોનની ખરીદી કરી લે છે. જે ફોનને બાદમાં ભારત બહાર વેચી દેવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: