આવી દેખાય છે OnePlus 7 Proમાંથી ક્લિક થયેલી તસવીરો, ટ્રિપલ કેમેરાનો રિવ્યૂ

News18 Gujarati
Updated: May 2, 2019, 1:21 PM IST
આવી દેખાય છે OnePlus 7 Proમાંથી ક્લિક થયેલી તસવીરો, ટ્રિપલ કેમેરાનો રિવ્યૂ
ફાઇલ તસવીર

પહેલી વાર કંપની વન પ્લનું પ્રો વર્ઝન લૉન્ચ કરવા જઈ રહી છે જેના કારણે યૂઝર્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : OnePlus 7 અને 7 Pro 14મેના રોજ લૉન્ચ થશે. વનપ્લસ દ્વારા ફોન વિશેની માહિતી લિક કરાઈ નથી. કંપનીએ ફંક્ત લૉન્ચિંગ ડેટ અને ટ્રિપલ કેમેરાની જ વિગતો આપી છે. કંપની દ્વારા વનપ્લનું પહેલી વાર પ્રો વર્ઝન લૉન્ચ થવાનું છે તેથી લોકો તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. હવે કેમેરાની વાત કરીએ તો OnePlusએ અગાઉથી જ જાહેર કર્યુ હતું તે મુજબ ફોનમાં ટ્રિપલ રેર કેમેરા આપવામાં આવશે.

અગાઉ જે ચર્ચાઓ ઇન્ટરનેટ પર થઈ હતી તેના મુજબ, OnePlus 7 Pro માં Quad HD+ સૂપર AMOLED ડિસપ્લે આપવામાં આવશે.આ સાથે પાવર માટે 30W Warp ચાર્જીંગ ટેકનોલોજી સાથે 4,000 mAh ક્ષમતાની બેટરી આપવામાં આવશે.

કંપનીએ ફોનની ક્વૉલિટી દર્શાવવા માટે ટ્વીટર પર કેટલાક ફોટો શેર કર્યા છે.આવી રીતે જોઈ શકશો લાઈવ લૉન્ચ

ફોનનું ઇન્ડિયામાં લૉન્ચિંગ 14મી મેના રોજ સાંજે 8.15 વાગ્યે બેંગ્લોરના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં થશે. વનપ્લસે પોતાના ટ્વીટમાં એક શોર્ટકટ લિંક આપી છે જેમાંથી ઇવેન્ટની વધુ માહિતી મળશે.

કંપનીએ જણાવ્યા મુજબ, વન પ્લસ 7ની ઇવેન્ટમાં ઉપસ્થિત રહેનારા લોકોને કંપની દ્વારા એક્સક્લૂઝિવ મર્ચન્ડાઇઝ આપવામાં આવશે.


તમે ફોનના લૉન્ચિંગની લાઇવ ઇવેન્ટને onepl.us/launch_2019tw પર જઈને નિહાળી શકો છો. ઉપરાંત કંપનીની યૂટ્યૂબ ચેનલ પર પણ પ્રસારણ નિહાળી શકશો.
First published: May 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading