Home /News /tech /

OPPO F11 Pro એવેન્જર લિમિટેડ એડિશન ફોન તમામ બાબતોમાં છે 'મારવેલ'

OPPO F11 Pro એવેન્જર લિમિટેડ એડિશન ફોન તમામ બાબતોમાં છે 'મારવેલ'

The OPPO F11 Pro’s Avengers Limited Edition Phoneનું ગ્રાફિક્સ

એવેન્જર એન્ડ ગેમ ફિલ્મનો પારો સૌ કોઈ પર ચઢી રહ્યો છે, જેનાથી પ્રેરાઈ અને OPPO અને મારવેલ સ્ટુડીયો દ્વારા OPPO F-11 એવેન્જર્સ સીરિઝનો લિમિટેડ એડિશન ફોન લોન્ચ કરવા જોડાણ કરાયું છે.

  ન્યૂઝ 18 ગુજરાતી :  આ સુપરહિરો ફોનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાશે કે અમેઝોન પર 1 મેએ વેચાણ શરૂ થવાના એક કલાકની અંદર તમામ ફોન વેંચાઇ ગયા. આટલી ઝડપથી સોલ્ટ - આઉટ થવાનો આ રેકોર્ડ આ સ્માર્ટફોન અને એવેન્ઝર્સ એન્ડ ગેમ ફિલ્મની લોકપ્રિયતાનું સુંદર ઉદાહરણ છે. ગ્રાહકોનો આ સુંદર રિસ્પોન્સને ધ્યાને રાખી લાગે છે કે આ લિમિટેડ એડિશન ફોન બંને બ્રાંડ્સના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે અને એ તમામ છેલ્લા રેકોર્ડ તોડશે. આ એક્શન પેક્ડ ફોનને 27,990 રૂપિયાની ખુબ સુંદર કિંમત પર રજૂ કરવામાં આવ્યો છે. જેના કારણે તેનું આકર્ષણ વધી ગયું છે.

  એવેન્જર એન્ડ ગેમ ફિલ્મનો પારો સૌ કોઈ પર ચઢી રહ્યો છે, જેનાથી પ્રેરાઈ અને OPPO અને મારવેલ સ્ટુડીયો દ્વારા OPPO F-11 એવેન્જર્સ સીરિઝનો લિમિટેડ એડિશન ફોન લોન્ચ કરવા જોડાણ કરાયું છે.

  આ ફોનનો પ્રથમ સેલ 1 મેના રોજ એમેઝોન પર શરૂ થશે અને આ ફોન નવા કિર્તીમાનો સર કરશે. વિશ્વની બે મોટી બ્રાન્ડ વચ્ચેના જોડાણથી આ બંને બ્રાન્ડના ચાહકોને આ ફોન અપીલ કરશે. રૂપિયા 27,990ની આકર્ષક કિંમતમાં આ ફોન ખૂબજ આકર્ષિત હશે.  અદભૂત ડિઝાઇન
  લિમીટેડ એડિશનના આ ફોનની ડિઝાઇન કેપ્ટન અમેરિકાના વૉર સુટથી પ્રેરિત છે, રેર બ્લુ કલરમાં હેક્ઝાગોન ડિઝાઇન અને એવેન્જરનો પાર્શિયલ લોગો ધ્યાનાકર્ષક છે. આ ફોન કેપ્ટન અમેરિકાના શિલ્ડ સાથેનું એક કેસ પણ આપવામાં આવશે. આ યુનિક સંગ્રહાક બેજ મારવેલના ચાહકોને ખૂબ જ પસંદ પડશે. તમારા હાથમાં જ્યારે 6.5 ઇંચની ડિસપ્લેનો આ ફોન આવશે તો તે ખરેખર સુંદર લાગશે.

  આ ફોનનું રિટેલ પેકેજીંગ પણ અદભૂત છે. કેપ્ટન અમેરિકાનું બ્લુ શિલ્ડ કેસ ફોનને રક્ષણ આપશે. ફોનના પેકેજમાં કેપ્ટન અમેરિકાનો એવેન્જર ગ્રુપનો સર્ટિફાઇડ બેઝ પણ આપવામાં આવશે.

  A 4000 mAh બેટરી
  જો તમે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરો છો તો આ ફોનની બેટરી તમારા માટે ખાસ છે. V00c 3.0 પાવરફૂલ બેટરી સાથે ફાસ્ટ ચાર્જર તમારા ફોનને કાયમ ચાર્જ રાખશે. નેટફ્લિક્સના ચાહકો માટે આ બેટરીના કારણે ફોન સતત ચાર્જ રહેશે.

  શ્રેષ્ઠે મોટરાઇઝિંગ કેમેરાં
  આ ફોનની વધુ એક વિશષેતા છે તેનો કેમેરાં. 16 મેગાપિક્સલના સેન્સર આ ફોનને અદભૂત તસવીરો ક્લિક કરવા માટે શ્રેષ્ઠ બનાવે છે. અલ્ટ્રા નાઇટ મોડમાં તમે ઘોર અંધારામાં પણ સુંદર પિકચર ક્લિક કરી શકશો. 48 મેગાપિક્સલનો લેઝર શાર્પ કેમેરા આ ફોનનું ઘરેણું છે.

  ગેમિંગને બનાવે વધુ આનંદદાયી

  Mediatek Helio P70 પ્લેટફોર્મ આ ફોનનું વિશેષ ફિચર છે. 6 GB RAM અને 128 GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી આ ફોનમાં ગેમિંગનો અલગ અનુભવ આપશે. સુપર કુલ પેનલ અને બ્લોક નોટિફિકેશ ફિચરના કારણે તમને ગેમ રમતાં સમયે કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય.

  પાવર સપોર્ટ
  OPPO F11 Pro’s Marvel Avengers Limited Edition phone એન્ડ્રોઈ આધારીત કલર ઓએસ6થી સજ્જ છે. Android 9.0 Pie તમારા ફોનની યુઆઈને ક્લિન અને મિનિમલસ્ટિક રાખશે. ફોનમાં બ્રાઇટનેસનું લેવલ એડજેસ્ટેબલ છે. જો તમે બાઇકર છો તો આ ફોન તમારા માટે ખાસ છે, ફોનનો બાઇકર મોડ તેના પર્ફોન્સને શ્રેષ્ઠ બનાવે છે. વર્ષોના સંશોધન બાદ તૈયાર થેલું આ ફોન ખરપા અર્થમાં મારવેલ છે. OPPO F11 Pro’s Marvel Avengers Limited Edition phone એવેન્જર્સના ચાહકોએ અચૂક ખરીદવો જ રહ્યો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Oppo

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन