Home /News /tech /વોટ્સએપ પર Good Morningનો મેસેજ કરવો પડશે ભારે, કંપની એકાઉન્ટ કરી દેશે બ્લોક!
વોટ્સએપ પર Good Morningનો મેસેજ કરવો પડશે ભારે, કંપની એકાઉન્ટ કરી દેશે બ્લોક!
વોટ્સએપ પર ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે, જેમાંથી એક છે બ્રોડકાસ્ટ ફીચર.
વોટ્સએપ દર મહિને તેના ઘણા યુઝર્સના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. જેમાં ભારતીય યુઝર્સના એકાઉન્ટ સામેલ છે. જો કે આની પાછળનું કારણ કંપનીની પોલિસીનું ઉલ્લંઘન હોય છે.
વિશ્વભરમાં મેસેજીંગ એર વોટ્સએપ (WhatsApp)ના અસંખ્ય યુઝર્સ છે, જેનો ઉપયોગ પરીવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં રહેવા લોકો કરે છે. તમે મેસેજ, વોઇસ કોલ કે વીડિયો કોલ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સરળતાથી કનેક્ટ (Connect) થઇ શકો છો અને વાતચીત કરી શકો છો. આ પ્લેટફોર્મ પર ઘણા લોકો દરરોજ વોટ્સએપ ગુડ મોર્નિંગ મેસેજ (Sending Good Morning Massage on WhatsApp) મોકલે છે.
એકાઉન્ટ થઇ જશે બેન
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે દરરોજ વોટ્સએપ પર તમારા મિત્રોને ગુડ મોર્નિંગ વિશ મોકલે છે, તો તમારે સાવધાન રહેવું જોઈએ. આવી વ્યક્તિના વોટ્સએપ એકાઉન્ટને બેન (WhatsApp Account Ban) કરી શકો છે. આ સિવાય તમે અન્ય કારણોસર પણ વોટ્સએપ પર તમારા વોટ્સએપ એકાઉન્ટને બ્લોક (WhatsApp Account Block) કરી શકો છો. આવો જાણીએ કઇ રીતે.
વોટ્સએપ એકાઉન્ટ થઇ જશે બેન
વોટ્સએપ દર મહિને તેના ઘણા યુઝર્સના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. જેમાં ભારતીય યુઝર્સના એકાઉન્ટ સામેલ છે. જો કે આની પાછળનું કારણ કંપનીની પોલિસીનું ઉલ્લંઘન હોય છે. કંપનીએ પોતાની પોલિસીમાં ઘણા કારણો લખ્યા છે, જેનું ઉલ્લંઘન થવા પર એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.
-તમામ મેસેજને વધારે પડતા કોન્ટેક્ટ્સને ફોરવર્ડ કરવા.
-મેસેજ ફોરવર્ડ લિમિટથી વધુ ફોરવર્ડ કરવા.
-મેસેજનો સાચો સોર્સ ખબર ન હોવા છતા ફોરવર્ડ કરવો.
-ખોટી જાણકારી ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરવા
-દેશ વિરોધી મેસેજને ફોરવર્ડ કરવા.
આ ફીચરનો ભૂલથી પણ ન કરશો દૂરપયોગ
વોટ્સએપ પર ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે, જેમાંથી એક છે બ્રોડકાસ્ટ ફીચર. તેના દ્વારા એક સાથે ઘણા યૂઝર્સને મેસેજ મોકલી શકાય છે. જો કે, તમે આ ફીચર્સનો ખોટો ઉપયોગ કરો છો. અમુક તત્વો દરરોજ ગુડ મોર્નિંગ મેસેજ મોકલવા, જાતિવાદી મેસેજ, રાષ્ટ્રવિરોધી મેસેજ, માહિતી વગરના ફોરવર્ડ મેસેજ કરે છે, આ સ્થિતિમાં તમારા એકાઉન્ટ પર બેન લાગી શકે છે.
જો તમે આવા પ્રકારનું કોઇ કામ કરો છો તો તમારું એકાઉન્ટ બ્લોક થઇ શકે છે. ધ્યાનમાં રાખો કે તમારે આ એપનો ઉપયોગ વિચારપૂર્વક કરવો જોઈએ અને કોઈને પણ બિનજરૂરી મેસેજ ન મોકલશો કે ન તો તે ફોરવર્ડ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર