Home /News /tech /સોફ્ટવેર ડેવલપમેન્ટમાં API અને DevOpsનું મહત્ત્વ

સોફ્ટવેર ડેવલપમેન્ટમાં API અને DevOpsનું મહત્ત્વ

API અને DevOps સાથે કોણ કામ કરે છે? તેમની સેલરી શું હોય છે?

DevOps ટીમ ડેવેલોપર્સ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ વચ્ચે વિશ્વાસ અને સંકલન બનાવીને ટેક્નિકલ પ્રોજેક્ટ્સને બિઝનેસ અવશ્યકતાઓ સાથે જોડીને કાર્ય પ્રણાલીમાં બદલાવ લાવે છે. તેઓ ડેવેલપર્સને પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિયંત્રણમાં સુધારો કરવા અને પ્રોડકશનની પરિસ્થિતિઓને સમજવા માટે સક્ષમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

વધુ જુઓ ...
  કલ્પના કરો કે તમે એક સુંદર ઘર બનાવો છો પણ તેને કોઈપણ રસ્તા અથવા અન્ય બાંધકામ સાથે જોડતા નથી તો તે કેવું દેખાશે અથવા કેવી રીતે વપરાશે? આવું જ સોફ્ટવેર ડેવલપમેન્ટનું પણ છે. કોઈપણ ડેવેલપ થયેલા સૉફ્ટવેરને તેની કાર્યક્ષમતા અને સરળતા વધારવા માટે તેને સંગત એવા કેટલાક અન્ય સૉફ્ટવેર સાથે ઇન્ટિગ્રેટ અને પ્લગ ઇન કરવાની જરૂર હોય છે. ક્લાઉડ સર્વર્સ પર સૉફ્ટવેરને પ્લગ ઇન કરવા, ઇન્ટિગ્રેટ કરવા અથવા મેનેજ કરવા માટે જરૂરી સ્કિલ API અને DevOps તરીકે ઓળખાય છે. આ સ્કિલ્સ નવા સૉફ્ટવેર વિકસાવવા પર કામ કરતી વ્યક્તિ માટે જરૂરી સ્કિલ્સમાં સૌથી પાયાની છતાં આવશ્યક એવી સ્કિલ છે. આ આર્ટિકલમાં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં API અને DevOpsના મહત્વને સંક્ષિપ્તમાં આવરી લેવામાં આવ્યું છે.

  DevOps શું છે?

  DevOps શબ્દ એ બે શબ્દો- વિકાસ(DEVELOPMENT) અને કામગીરી(OPERATION) ને ભેગા કરવાથી બન્યો છે. તેનો અર્થ એ છે કે કોઈપણ ઓર્ગેનાઇઝશનની એપ્લિકેશન ડેવલપમેન્ટ અને IT ઓપરેશન્સ ટીમ દ્વારા કાર્યો કરવા માટે સહયોગપૂર્ણ અને વહેંચાયેલી જવાબદારી ધરાવતો અભિગમ. બીજા શબ્દોમાં કહીએ તો, DevOps એ એક અભિગમ છે જે ઓર્ગેનાઇઝેશનમાં વિવિધ ગ્રુપ વચ્ચે વાતચીત, સહયોગ, ઇન્ટિગ્રેશન અને ઑટોમેશનને પ્રોત્સાહન આપે છે. DevOps પાઇપલાઇનનો મૂળભૂત ઉદ્દેશ સતત વર્કફ્લો પ્રદાન કરીને સૉફ્ટવેરની ઝડપ અને ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત, આ પાઈપલાઈન એક સરળ ડિલિવરી પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે, જે સતત વિકાસશીલ વાતાવરણ અને ઓટોમેશન પ્રક્રિયાઓ થકી કાર્યક્ષમ, પારદર્શક અને સુરક્ષિત છે.

  DevOps ટીમ ડેવેલોપર્સ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ વચ્ચે વિશ્વાસ અને સંકલન બનાવીને ટેક્નિકલ પ્રોજેક્ટ્સને બિઝનેસ અવશ્યકતાઓ સાથે જોડીને કાર્ય પ્રણાલીમાં બદલાવ લાવે છે. તેઓ ડેવેલપર્સને પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિયંત્રણમાં સુધારો કરવા અને પ્રોડકશનની પરિસ્થિતિઓને સમજવા માટે સક્ષમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

  API શું છે?

  API એ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ માટે વપરાય છે અને તે પ્રોગ્રામિંગ કોડ અથવા સોફ્ટવેર ઇન્ટરમીડીઅરીનો સમૂહ છે, જે બે એપ્લિકેશનોને એકબીજા સાથે આપ-લે કરવાની મંજૂરી આપે છે અને બે સોફ્ટવેર પ્રોડકટ વચ્ચે ડેટા ટ્રાન્સમિશનને સક્ષમ કરે છે. તેમાં આ ડેટા એક્સચેન્જના નિયમો અને શરતો પણ હોય છે.

  તમે એપીઆઈને રેસ્ટોરન્ટમાં મેનૂ તરીકે સમજી શકો છો, જ્યાંથી તમે તમારી પસંદગીનું કંઈપણ ઓર્ડર કરી શકો છો. રેસ્ટોરન્ટનું મેનૂ ડેટા તરીકે સેવા આપે છે અને રસોડું સિસ્ટમના એક ભાગ તરીકે ઓર્ડરને અનુસરે છે. હવે API એ તે વચ્ચેની વ્યક્તિ છે, જે મેસેન્જર અને રસોડા વચ્ચે એક લિંક બનાવે છે અને મેનુમાંથી ઓર્ડર લે છે અને રસોડાને તેને તૈયાર કરવાનું કહે છે. અહીં, રસોડું ઓર્ડર કેવી રીતે તૈયાર કરે છે તે જાણવું મહત્વનું નથી પરંતુ તે કામ કરે છે અને તમે ઓર્ડર કરેલી ડીશ તમને પૂરી પાડે છે.

  તેવી જ રીતે, APIમાં ઓપરેશન્સ અને ડિસ્ક્રિપ્શનનું લિસ્ટ હોય છે, જેનો ડેવેલપર્સ તે કેવી રીતે કામ કરે છે તેની જાણ ના હોવા છતાં ઉપયોગ કરી શકે છે. તેમને જરૂર હોય તે કામ પૂરું પાડવા માટે ડેવેલપર્સ APIને તેમનો ડેટા પણ આપી શકે છે.

  APIએ ઘણી ઓર્ગેનાઈઝેશનની આવક માટે આવશ્યક અને કિંમતી ભાગ બની ગયો છે. ઘણી મોટી કંપનીઓ જેમ કે Google, Amazon અને અન્ય કંપનીઓ તેના ફીચર્સ અને ફંક્શનસ વિકસાવે છે અને API બનાવે છે. જેને તેઓ અન્ય કંપનીઓને વપરાશ માટે વેચે છે અને આમ તેમાંથી આવક ઉભી કરે છે.

  DevOps માં API નું મહત્વ શું છે?

  DevOps એકલું વધતી જતી કોર્પોરેટ માંગને ઝડપથી પહોંચી વળવા માટે પૂરતું નથી. API અને DevOps એકસાથે કામ કરે છે. DevOpsથી થતા કામોમાં APIનો રોલ મહત્વનો છે અને DevOps પ્રક્રિયાઓ API મેનેજમેન્ટને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે.

  APIને પ્રોડ્યૂસડ આર્ટિફેક્ટ્સ સાથે જોડવાથી ઓર્ગેનાઇઝેશન DevOps થી વધુ સારું કામ મેળવી શકે છે. ઉપરાંત આ ઇન્ટિગ્રેશન તેમને આ કાર્યોનો ફરીથી ઉપયોગ કરવા સક્ષમ બનાવી શકે છે. વિવિધ પ્રોજેક્ટ્સમાં API નો ફરીથી ઉપયોગ કરી શકવાની આ ક્ષમતા સમય અને નાણાં બચાવે છે અને સાથે જ નિયમિતતા અને નવીનતા લાવે છે.

  API ઓટોમેશનને સક્ષમ કરે છે, સાતત્યતા લાવે છે અને ખર્ચ બચાવની સુવિધાઓ પણ આપે છે. તે ઓર્ગેનાઇઝેશનને માનવસહજ ભૂલોને દૂર કરવા માટે ઓટોમેશન અપનાવીને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરી શકે છે. API કોઈપણ કાર્યને દર વખતે સમાન પરિણામોની ખાતરી આપે છે, આમ ઓપરેશનલ વિશ્વસનીયતા અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે. API-આધારિત સિસ્ટમો ઝડપથી પ્રોસેસ આધારિત અભિગમમાંથી ઓટોમેશન આધારિત અભિગમ મેળવી શકે છે.

  ઓર્ગેનાઇઝેશન એવી સિસ્ટમો બનાવવા માટે APIનો ઉપયોગ પણ કરી શકે છે જે તેમની એપ્લિકેશનો દ્વારા મેળવેલ વિશાળ ડેટાને ઝડપથી તારવી શકે અને રીઅલ-ટાઇમ રિપોર્ટ્સ બનાવી શકે.

  API અને DevOps સાથે કોણ કામ કરે છે? તેમની સેલરી શું હોય છે?

  DevOps એન્જીનીયર મુખ્યત્વે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રક્રિયા દરમિયાન આવશ્યકતાઓને સંતુલિત કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ, ટૂલ્સ અને પધ્ધતિઓ બનવવા માટે જવાબદાર છે, જેમાં કોડિંગથી માંડીને મેન્ટેનન્સ અને અપડેટ્સનો સમાવેશ થાય છે.

  તેઓ એપ્લિકેશનને ઝડપથી બદલવા માટે જરૂરી પ્રક્રિયાઓ અને તેને વિશ્વસનીય રાખવા માટે જરૂરી કાર્યો વચ્ચેના અંતરને દૂર કરીને પ્રક્રિયાઓને સરળ બનાવે છે. IT ઓપરેશન્સ ટીમો અને ડેવલપમેન્ટ ટીમો વિવિધ લક્ષ્ય અને જરૂરિયાતો ધરાવી શકે છે, તેથી તે પ્રક્રિયાઓને કોઈક રીતે સરળ બનાવે છે. ઉદાહરણ તરીકે, ડેવેલોપર્સ એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરવા માંગે છે. તેનાથી વિપરીત, ઑપરેશન ટીમ એકવાર એપ્લિકેશન લાઇવ થઈ જાય પછી તેની સ્ટેબિલિટી સુનિશ્ચિત કરવા માંગે છે. આ સ્થિતિમાં, એક DevOps એન્જિનિયર આ બે ટીમો વચ્ચેની મુખ્ય કડી બની જાય છે અને એકંદરે સરળ પ્રક્રિયાઓ પૂરી પાડે છે.

  Glassdoor મુજબ, ભારતમાં 2+ વર્ષનો અનુભવ ધરાવતા DevOps એન્જિનિયર માટે સરેરાશ સેલરી પેકેજ વાર્ષિક સાત લાખ રૂપિયા છે અને તે 40-50 LPA સુધી જઈ શકે છે. જો કે, તે વ્યક્તિના સ્કિલ્સ, જ્ઞાન, આવડત અને પોઝિશનના આધારે ઊંચો જઈ શકે છે.

  લાયકાતો અને કેટલીક મૂળભૂત DevOps સ્કિલ્સ કે જે બધા ડેવેલપર્સે જાણવી જોઈએ.

  મોટાભાગના એન્ટ્રી-લેવલ DevOps રોલ માટે કમ્પ્યુટર સાયન્સ અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં ડિગ્રીની જરૂર હોય છે જે કોડિંગ, QA એનાલિસિસ અને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોડલ્સનો અભ્યાસ આવરી લે છે. તેમ છતાં ઉચ્ચ-સ્તરની જગ્યાઓ માટે સિસ્ટમ આર્કિટેક્ચર અને સોફ્ટવેર ડિઝાઇનમાં અદ્યતન ડિગ્રીની જરૂર છે. તદુપરાંત, કારણ કે તે એક સતત વિકસતી અને બદલાતી ટેક્નોલોજી છે, આ ક્ષેત્રના લોકોએ હંમેશા નવી વસ્તુઓ શીખવા અને તેમના જ્ઞાનને વિસ્તારવા માટે તૈયાર રેહવું જોઈએ.

  જો કે, કોઈ પણ જોબ પોઝિશન માટે, કેટલાક બેઝિક સ્કિલ સેટ્સ છે જે દરેક DevOps એન્જિનિયરને પાસે હોવા આવશ્યક છે. જેમાં આ સ્કિલ્સ શામેલ છે:

  વિવિધ DevOps ટુલ્સ અને ટેક્નોલોજીનું જ્ઞાન
  DevOps કી કોન્સેપ્ટ્સની સમજ
  કોડિંગ અને સ્ક્રિપ્ટીંગ
  ઇન્ટેગ્રેશન અને સતત ડિલિવરી
  ક્લાઉડ સર્વરની સમજ
  ઓટોમેશન અને સિક્યોરિટીનું જ્ઞાન
  કમ્યુનિકેશન અને કોલેબશન
  કસ્ટમર સેન્ટ્રિક અભિગમ
  વિશ્લેષણાત્મક માનસિકતા
  ટેસ્ટિંગ સ્કિલ્સ
  બેઝિક સોફ્ટ સ્કીલ્સ

  સાર

  ટેક્નોલોજી સાથે કામ કરતી દરેક સંસ્થા માટે DevOps સોલ્યુશનની માંગ ખુબ વધુ છે. આજકાલ, બધા જ ઓર્ગેનાઇઝેશન API અને DevOps ટેક્નોલોજીને અપનાવી રહ્યા છે અને તેના પર કામ કરી રહ્યા છે, તેથી DevOps એન્જિનિયર્સનું ભવિષ્ય આશાસ્પદ છે. યોગ્ય સ્કિલ્સ ધરાવનાર કોઈપણ હોંશીલી વ્યક્તિ તેમની કારકિર્દીના કોઈપણ તબક્કે DevOps રોલ શીખી અને અપનાવી તેમાં કારકિર્દી ઘડી શકે છે.  પિયુષ એ ડીજીટલ પ્રોડક્ટ્સ, BFSI, રીટેલ અને મેન્યુફેક્ચરીંગમાં 14+ વર્ષનો ઇન્ડસ્ટ્રી અનુભવ ધરાવતો અનુભવી એન્ટરપ્રાઈઝ-સેલ્સ પ્રોફેશનલ ઉદ્યોગસાહસિક છે. તેમણે Bridgentech.comની સહ-સ્થાપના કરી છે અને તેના બુટસ્ટ્રેપ્ડ સ્ટાર્ટ-અપ સાથે $2.5M+ ની ઉત્કૃષ્ટ ARR સાથે મજબૂત ટીમ બનાવી છે.

  તેઓ MIT, મણિપાલ (મિકેનિકલ એન્જિનિયરિંગ), SPJIMR, મુંબઈ (MBA), ESB Reutlingen, Germany અને TU મ્યુનિક, જર્મની જેવી ભારતની અગ્રણી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો છે, મુખ્યત્વે પશ્ચિમ યુરોપ, યુએસ અને ભારતીય ઉપખંડના બજારોમાં કામ કર્યું છે. તેમણે બિઝનેસ વૃદ્ધિ અને સફળતા તરફ ટીમો બનાવી છે, તેમનું સંચાલન કર્યું છે અને તેનું નેતૃત્વ કર્યું છે અને રોકાણ કરવા યોગ્ય નવા વિચારો અને બિઝનેસ પ્લાન્સમાં હંમેશા રસ ધરાવે છે. તેમના શોખમાં UI/UX ડિઝાઇન, બિઝનેસ પ્લાનિંગ, સંગીત, કોચિંગ અને સ્ટ્રેટેજીનો સમાવેશ થાય છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Mobile and Technology, Tech and Mobile News

  विज्ञापन
  विज्ञापन