ફ્લિપકાર્ટ સેલ: સસ્તમાં મળશે Honorના આ સ્માર્ટફોન, જુઓ ડીલ્સ

News18 Gujarati
Updated: August 25, 2018, 11:12 PM IST
ફ્લિપકાર્ટ સેલ: સસ્તમાં મળશે Honorના આ સ્માર્ટફોન, જુઓ ડીલ્સ
Honor 10

  • Share this:
Huaweiની સબ બ્રાન્ડ હોનરે જાહેરાત કરી છે કે કંપની ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર 'ધ ગ્રેટ હોનલ સેલ'નું આયોજન કરશે. આ સેલ 27 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ચાલશે.

આ ત્રણ દિવસની સેલ દરમિયાન કંપનીનું લેટેસ્ટ સ્માર્ટફોન Honor 9N (3GB+32GB) 28 ઓગસ્ટ સુધી બપોરના 12 વાગ્યા સુધી ફ્લેશ સેલ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે બીજા વેરિએન્ટ- 4GB + 64 GB અને 128GB + 128GB 28 ઓગસ્ટ રાતના 12 વાગ્યાથી જ સેલ માટે ઉપલબ્ધ રહેશે.

તે ઉપરાંત Honor 9 Lite અને Honor 10 જેવા સ્માર્ટફોન્સ ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ રહેશે. Honor 9 Lite (4GB)ની વાત કરીએ તો આને સેલ દરમિયાન 14,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોન પર 3000 રૂપિયાનું એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો ગ્રાહકોને મળશે.

જ્યારે Honor 10ને ગ્રાહકો 5,000 રૂપિયાની છૂટ પછી 32,999 રૂપિયાની જગ્યાએ 27,999 રૂપિયામાં ખરીદી શકશે. આ રીતે ચાર કેમેરાવાળા Honor 9i ડિસ્કાઉન્ટ પછી 12,999 રૂપિયામાં ગ્રાહકો ખરીદી શકશે.

તે ઉપરાંત ગ્રાહકોને કેટલાક પંસદગીના હોનર સ્માર્ટફોન પર એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ટ સાથે 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

 
First published: August 25, 2018, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading