સરકારે આપ્યો 42 એપ્સને ડિલિટ કરવાનો આદેશ, જોઈ લો લિસ્ટ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 2, 2017, 11:04 PM IST
સરકારે આપ્યો 42 એપ્સને ડિલિટ કરવાનો આદેશ, જોઈ લો લિસ્ટ

  • Share this:

સંરક્ષણ મંત્રાલય દ્વારા 42 જેટલી એપ્લિકેશનને ડિલિટ કરવાનો આદેશ આપ્યો છે. જાસૂસીથી બચવા માટે 42 ચાઇનીઝ એપને મોબાઇલ અને કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન દ્વારા ડેટાની ચોરી કરવામાં આવી રહી છે.


આમ આ એપ્સ આપણી ચોરી ચુપકે આપણી જાસૂસી કરી રહી છે અને આપણો ડેટા તેના નેતા પાસે મોકલી રહી છે. આ એપ્સમાં ઘણી લોકપ્રિય એપ્સનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ભારતમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સૈન્ય અધિકારીઓ સહિત તમામ સુરક્ષા કર્મચારીઓને ચીનથી સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. સરકાર તરફથી 42 એપ્સ લિસ્ટ કરવામાં આવી છે જેમને સુરક્ષાના કારણોસર મોબાઈલ અને કોમ્પ્યુટરમાંથી ડિલિટ કરવાનું કહેવામાં આવ્યું છે.


આ એપ્લિકેશનમાં ભારતમાંથી એવી એપ્સના નામે સામે આવ્યા છે, જે હાલમાં ઈન્ડિયાભરમાં ખુબ જ પોપ્યુલર છે. જેમાં સૌથી મોટુ નામ સામે આવ્યું હોય તો તે યુસી બ્રાઉઝર અને Truecallerનું છે. તે ઉપરાંત WeChat,  SHAREit,   UC News પણ ઈન્ડિયામાં ખુબ જ પોપ્યુલર એપ્લિકેશન છે.આ એપ્લિકેશન તમારી પર્સનલ લાઈફને બનાવી શકે છે સાર્વજનિક


1. યુસી બ્રાઉઝર
2. વીચેટ3. શેરઇટ
4. ટ્રુકૉલર
5. યુસી ન્યૂઝ
6. એમઆઈ વીડિયો કોલ (શાઓમી)
7. બ્યુટીપ્લસ
8. ન્યૂઝડોગ
9. વિવા વીડિયો
10. પેરેલલ સ્પેસ
11. એપીયુએસ બ્રાઉઝર
12. પરફેક્ટ કોર્પ.
13. વાઇરસ ક્લીનર
14. સીએમ બ્રાઉઝર
15. એમઆઈ કોમ્યુનિટી (શાઓમી)
16. ડીયુ રેકોર્ડર
17. વોલ્ટ હાઇડ
18. યુકેમ મેકઅપ
19. એમઆઈ સ્ટોર (શાઓમી)
20. કેચક્લીઅર ડીયુ એપ સ્ટુડિયો
21. ડીયુ બેટરી સેવર
22. ડીયુ ક્લીનર
23. ડીયુ પ્રાઇવસી
24. 60 સિક્યુરિટી
25. ક્યુક્યુ ન્યૂઝ ફીડ
26. ક્લીન માસ્ટર (ચિતા મોબાઇલ)
27. બાઇડીયુ ટ્રાન્સલેટ
28. બાઇડીયુ મેપ
29. વન્ડર કેમેરા
30. ઇએસ ફાઇલ એક્સપ્લોરર
31. ફોટો વન્ડર
32. ક્યુક્યુ ઇન્ટરનેશનલ
33. ક્યુક્યુ મ્યુઝિક
34. ક્યુક્યુ મેઇલ
35. ક્યુક્યુ પ્લેયર
36. ડીયુ બ્રાઉઝર
37. વીસીંક
40. ક્યુક્યુ સિક્યોરિટી સેન્ટર
41. સેલ્ફીસિટી
42. મેઇલ માસ્ટર
43. વીબો
44. ક્યુક્યુ લોન્ચર

First published: December 2, 2017, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading