Home /News /tech /Flipkart Sale: ફ્લિપકાર્ટ Big Billion Days સેલમાં આકર્ષિત ઓફર, સસ્તા ભાવે ખરીદી શકશો લેપટોપ અને સ્માર્ટવૉચ

Flipkart Sale: ફ્લિપકાર્ટ Big Billion Days સેલમાં આકર્ષિત ઓફર, સસ્તા ભાવે ખરીદી શકશો લેપટોપ અને સ્માર્ટવૉચ

ફેસબુક સેલ

Flipkart Sale : આ સેલની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થશે, અને તેના પહેલા જ સ્માર્ટવૉચ, લેપટોપ, વિયરેબલ અને એસેસરીઝ મળનારા ડિસ્કાઉન્ટનો ખુલાસો પણ થઈ ગયો છે.

    નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થશે, અને તેના પહેલા જ સ્માર્ટવૉચ, લેપટોપ, વિયરેબલ અને એસેસરીઝ મળનારા ડિસ્કાઉન્ટનો ખુલાસો પણ થઈ ગયો છે. પેજ પરથી મળેલી જાણકારી અનુસાર, સેલમાં Acer Aspire 7 કોર i5 10th Gen – (8 GB/512 GB SSD/Windows 10) લેપટોપને 52,990 રૂપિયાની શરૂઆતી કીંમત પર ખરીદી શકાય છે, જે પહેલા 89,999 રૂપિયા હતી. ગ્રાહક તેના પર 41 ટકાની છૂટ મેળવી શકે છે.

    લેપટોપ પર 17 ટકા છૂટ મળશે


    સેલમાં આ લેપટોપને 93,565 રૂપિયાની જગ્યાએ માત્ર 76,990 રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવશે. ફ્લિપકાર્ટ સેલમાં ગ્રાહકોને તેના પર 17 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

    વધારાના ડિસ્કાઉન્ટ તરીકે 5 ટકા કેશબેક મળશે


    ગ્રાહકોને તેના પર વધારાના ડિસ્કાઉન્ટ તરીકે 5 ટકા કેશબેક આપવામાં આવશે, જે Flipkart Axis Bank કાર્ડ પર મળશે. આમાં 15.6-ઈંચનું IPS ડિસપ્લે આપવામાં આવ્યુ છે, જે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

    આ પણ વાંચોઃ Flipkart Big Billion Days સેલમાં આ મોંઘો ફોન મળી શકે છે સાવ સસ્તામાં

    Smartwatch પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે


    બીજી તરફ સ્માર્ટવૉચ પર મળતા ડિસ્કાઉન્ટની વાત કરીએ તો ગ્રાહકોને નોઈસ ColorFit Vision 2 Buzz Smartwatch 7,999 રૂપિયાની જગ્યાએ માત્ર 3,499માં ખરીદવાની તક આપવામાં આવશે. તેના પર 56 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ગાહકોને તેના પર Flipkart Axis Bank કાર્ડ હેઠળ 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઘડિયાળમાં 1.78-ઈંચની AMOLED ઑલવેજ ઑન ડિસપ્લે છે.

    આ પણ વાંચોઃ ફક્ત વોટ્સએપ માટે જ બંધ કરી શકો છો મોબાઈલ ઈન્ટરનેટ, ઘણો ડેટા બચશે

    માત્ર 2,499 રૂપિયામાં ખરીદી શકશો સ્માર્ટવૉચ


    આ ઉપરાંત, Fire-Boltt Ninja Calling Pro સ્માર્ટવૉચને ગ્રાહકો 7,999 રૂપિયાની જગ્યાએ માત્ર 2,499 રૂપિયામાં ખરીદી શકશે. આ ઘડિયાળ પર ગ્રાહકોને 68 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ગ્રાહકો 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ ઘડિયાળમાં 120 સ્પોર્ટસ મોડ, IP67 વોટર રેસિસ્ટેન્ટ મોડ પણ મળે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Flipkart, Flipkart sale, Sale

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन