હવે ટૂંક સમયમાં જ કરી શકશો વિમાનમાં પણ Call, ત્રણ કંપનીઓને મળ્યું લાયસન્સ

સમુદ્ર અને જમીનથી નિર્ધારિત ઉંચાઇ 3000 મીટરથી ઉપર વિમાનમાં પણ કોલની સેવા ઉપલબ્ધ થશે.

સમુદ્ર અને જમીનથી નિર્ધારિત ઉંચાઇ 3000 મીટરથી ઉપર વિમાનમાં પણ કોલની સેવા ઉપલબ્ધ થશે.

  • Share this:
    હવાઇ જહાજમાં ઉડતી વખતે સફર કરવાનું સપનું આ મહીને પૂર્ણ થશે. ટેલિકોમ વિભાગે ઇન ફ્લાઇટ કનેકેટિવિટી આપવા માટે 3 કંપનીઓને લાઇસન્સ જાહેર કર્યુ છે, જેમા Hughes Communication, Tata Telenet, BSNL સામેલ છે. સરકારે આ ત્રણ કંપનીઓને 10 વર્ષ સુધી લાઇસન્સ આપ્યું છે. હવે આ કંપનીઓને ઘરેલૂ ઓપરેટર્સ સાથે કરાર કરીને સેવાઓની શરુઆત કરવી પડશે. કંપનીઓએ અંતરિક્ષ વિભાગ સાથે પણ કરાર કરવો પડશે. બન્નેના કરાર બાદ આ કંપનીઓ સેવાઓની શરુઆત કરી શકશે.

    હાલમાં, સ્પાઇસજેટ, ઈન્ડિગોએ યાત્રા દરમિયાન માહિતી અને કોલ સેવાઓ પૂરી પાડવામાં રસ દર્શાવ્યો છે. તેમને વિમાનોમાં ફ્લાઇટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે સંપૂર્ણ સિસ્ટમ અને ક્ષમતા છે. આગામી દિવસોમાં, ગ્રાહકો ટિકિટ સાથે કનેક્ટિવિટીનું પેકેજ મેળવી શકશે અથવા મુસાફરી દરમિયાન તે સેવાઓ પણ લઈ શકશે. માહિતી અનુસાર, આ પેકેજ 500 થી 700 રૂપિયાથી શરૂ થશે, જે 2 કલાક સુધી ચાલશે.

    તાજેતરમાં કાયદા મંત્રાલય દ્વારા ટેલિકોમ્યુનિકેશન વિભાગના માર્ગદર્શનોને મંજૂર કરવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, સ્પાઇસજેટ ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી સેવાઓ પૂરી પાડવા તૈયારી કરી રહી છે. સ્પાઇસજેટના 737 મેક્સ એરક્રાફ્ટમાં મુસાફરી કરનારા લોકો ટૂંક સમયમાં આ સેવા મેળવશે, જ્યારે એર ઇન્ડિયા સહિત અન્ય એરલાઇન્સ પણ આ સેવા પૂરી પાડવા માટે વિમાનમાં માળખાગત ગોઠવણો કરી રહી છે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એરલાઈન્સને નવી આવકનો રસ્તો મળશે. જેટ બ્લુ, કતાર એરબેઝ, તુર્કી એરલાઇન્સ હવામાં ઇન્ટરનેટ ઓફર કરે છે.

    આ પણ વાંચો: હવે હાથ બતાવીને અનલોક થશે આ સ્માર્ટફોન

    ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી સેવાની શરૂઆતમાં ગ્રાહકો ફક્ત ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકશે. ચેટ સેવાઓ પ્રદાન કરવામાં હજુ થોડો સમય લેશે. ટેલિકોમ્યુનિકેશન કમિશને દેશની સલામતીનો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉપયોગ કરવા કહ્યું હતું. આ ઉપરાંત સમુદ્ર અને જમીનથી 3000 મીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા પછી આ સેવા ઉપલબ્ધ થશે. સામાન્ય રીતે તે ફ્લાઇટ્સ દરમિયાન તે ઓફ રાખવામાં આવે છે. આટલી ઊંચાઈ સુધી પહોંચવા માટે, કોઈ ફ્લાઇટ ટેક-ઓફ પછી 4-5 મિનિટ સમય લાગે છે.
    Published by:Bhoomi Koyani
    First published: