Home /News /tech /પૈસાવસૂલ છે OnePlusના આ બુલેટ્સ વાયરલેસ ઇયરફોનના

પૈસાવસૂલ છે OnePlusના આ બુલેટ્સ વાયરલેસ ઇયરફોનના

માત્ર 10 મિનિટ ચાર્જ કરીને 10 કલાક સુધી વાપરી શકો છો. વાયરલેસ 2 સંપૂર્ણ ચાર્જ પછી 14 કલાકનો બેક આપે છે.

માત્ર 10 મિનિટ ચાર્જ કરીને 10 કલાક સુધી વાપરી શકો છો. વાયરલેસ 2 સંપૂર્ણ ચાર્જ પછી 14 કલાકનો બેક આપે છે.

    ન્યૂઝ18 ગુજરાતી: વનપ્લનસ હવે પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તેની પકડ બનાવી ચુક્યું છે. તે ઉચ્ચ ગુણવત્તાની એક્સેસરીઝ (કેસ, બેગ, ઇયરફોન) પણ બનાવે છે, ગય વર્ષે કંપનીએ પ્રીમિયમ ડિઝાઇન અને સાઉન્ડ, લાંબી બેટરી અને યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ સાથે બુલેટ વાયરલેસ ઇયરફોન લોન્ચ કર્યા હતા. OnePlus એ જ ડિઝાઇન સાથે બુલેટ્સ વાયરલેસ 2 લઇને આવ્યું છે. જો કે આ વખતે અવાજની ગુણવત્તા અને બેટરમાં સુધારો થયો છે. તમારી પાસે OnePlus ડૅશ / રૈપ ચાર્જર અને કેબલ હોય તો માત્ર 10 મિનિટ ચાર્જ કરીને 10 કલાક સુધી વાપરી શકો છો. વાયરલેસ 2 સંપૂર્ણ ચાર્જ પછી 14 કલાકનો બેક આપે છે.

    કંપનીએ નવા વાયરલેસ ઇયરફોનની સાઇન પહેલા કરતા મોટી રાખી છે. દરેક ઇયરબેન્ડની અંદર Bass માટે 10 એમએમનું ડાઇનેમિક ડ્રાઈવર છે. વધુમાં નોલ્સની જોડી મધ્ય / ઉચ્ચ માટે બેલેન્સ આર્મેચર ડ્રાઇવર છે. નોલ્સની સ્થાપના 1946માં કરવામાં આવી હતી. આ એડવાન્સ માઇક્રો એકોસ્ટિક્સ ટેક્નોલૉજી બનાવવામાં નિષ્ણાત છે. તેના ઉત્પાદનોનો ઉપયોગ સ્પેસ મિશનમાં પણ થાય છે. 1969ની અપોલો 11 મિશન દરમિયાન ચંદ્રમાંથી નીલ આર્મસ્ટ્રોંગનો અવાજ નોલ્સ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો. વાયરલેસ 2ની કિંમત 3,999 રુપિયાથી વધીને 5,990 રુપિયા થઈ છે.



    જોકે બુલેટ વાયરલેસ 2 aptX H2ને સપોર્ટ કરે છે. તે આઇફોન સાથે પણ કનેક્ટ થઇ જશે, પરંતુ એપીટીએક્સ એચડી વગર તમે શ્રેષ્ઠ ઓડિયો-વીડિયોનો આનંદ માણી શકતા નથી. તમે ફોન કોલ્સ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર રીસપોન્સ ઇનલાઇટ રિમોટ છે.



    બુલેટ્સ વાયરલેસ 2 ના બોક્સમાં તમને સિલિકોન ટિપ્સના ત્રણ સેટ્સ, એક રેડ સિલિકોન ટ્રાવેલ કેસ અને શોર્ટ ટાઇપ સી કેબલ મળશે. જો કે આ વાયરલેસ ઇયરફોનની કિંમત 5990 છે, તેમ છતાં તેને પૈસા વસુલ કહી શકાય છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Oneplus, ટેક ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन