માત્ર 1100 રુપિયામાં ઘરે લાવો નવું Honda Activa 125, સાથે જ મેળવો રુ.7000નું કેશબૅક

News18 Gujarati
Updated: September 8, 2019, 11:18 AM IST
માત્ર 1100 રુપિયામાં ઘરે લાવો નવું  Honda Activa 125, સાથે જ મેળવો રુ.7000નું કેશબૅક
હોન્ડા તેની બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્ટિવા 125 પર ખૂબ મોટી ઑફર્સ લઈને આવી છે

હોન્ડા તેની બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્ટિવા 125 પર ખૂબ મોટી ઑફર્સ લઈને આવી છે

  • Share this:
જો તમે પણ સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ યોગ્ય સમય છે. કારણ કે હોન્ડા તેની બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્ટિવા 125 પર મોટી ઑફર લઈને આવી છે. આ સ્કૂટર પર કંપની લો ડાઉન પેમેન્ટ, કેશબૅકથી લઈને 2100 રૂપિયા સુધીના ફાયદા આપી રહી છે.

ઑફર્સ

તમે ફક્ત 1100 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં નવું હોન્ડા એક્ટિવા 125 ઘરે લઈ શકો છો. કંપની એક્ટિવા 125 પર 'નો કોસ્ટ ઇએમઆઈ' પણ આપી રહી છે. આ ઉપરાંત સ્કૂટર ખરીદવા પર ફાઇનાન્સ દરમિયાન થતી પ્રોસેસિંગ ફી તમારી પાસેથી લેવામાં આવશે નહીં. તમે આ સ્કૂટરને ઝીરો પ્રોસેસિંગ ફી પર ખરીદી શકો છો. એટલું જ નહીં, હોન્ડા તેના પર તમને 2100 સુધીના વધારાના ફાયદા પણ આપી રહી છે.

एक्टिवा पर मिल रहे हैं शानदार ऑफर्स
એકટિવા પર મળી રહી છે શાનદાર ઑફર


11 સપ્ટેમ્બરે લૉન્ચ થશે નવું એકટિવા

જો તમે પેટીએમ દ્વારા આ સ્કૂટર ખરીદો છો, તો તમને 7,000 રૂપિયા સુધીનું કેશબૅક પણ મળશે. આ ઑફરોથી સંબંધિત વધુ માહિતી માટે તમે તમારા નજીકના વેપારી પાસે જઈ શકો છો અથવા www.hondajoyclub.com પર લોગિન કરીને અને 1800-532-2555 પર કૉલ કરીને તમામ વિગતો જાણી શકો છો. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયાએ પણ BS6 સુસંગત એક્ટિવા 125 ને લૉન્ચ કરવાની તારીખ જાહેર કરી છે. કંપની તેને 11 સપ્ટેમ્બરના રોજ ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે. જો કે, ઑફર્સ ફક્ત વર્તમાન બીએસ 4 વાળા હોન્ડા એક્ટિવા 125 પર મળી રહી છે.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर