ફેસબુકનો રોજ ઉપયોગ કરતા યુઝર્સને પણ આ ફીચર વિશે ખ્યાલ નથી
Facebook (Meta) ફરી એક વખત વિવાદમાં આવી ગયું છે. કંપની ઉપર facial-recognition ટેકનોલોજીનો દુરપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. તેને લઈને કંપની સામે Texasમાં કેસ પણ નોંધાયો છે.
Facebook (Meta)ની મુશ્કેલી સતત વધી રહી છે. હવે સોશિયલ મીડિયા જાયન્ટ Facebook પર આરોપ લાગ્યો છે કે તેણે ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી (Facial recognition technology)નો ઉપયોગ કરીને ટેક્સાસ (Texas)ના એક પ્રાઇવસી પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
તેને લઈને ટેક્સાસના અટોર્ની જનરલ (Attorney General)ની ઓફિસમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજીથી કંપનીએ ટેક્સાસના લોકોનો બાયોમેટ્રિક ડેટા તેમની સંમતિ વગર કલેક્ટ કર્યો છે.
આ કેસમાં Facebook ઉપર આરોપ લાગ્યો છે કે તેણે યુઝર્સના અપલોડ કરેલા ફોટો અને વીડિયોમાંથી બાયોમેટ્રિક જાણકારીને તેમની સંમતિ વગર કેપ્ચર કરી લીધી છે. આ ડેટાને યોગ્ય સમયની અંદર ડિલિટ પણ નથી કરવામાં આવ્યો.
ટેક્સાસના અટોર્ની જનરલ Ken Paxtonએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે મોટી ટેક કંપનીની છેતરપિંડીનું આ એક ઉદાહરણ છે. તે બંધ થવું જોઈએ. તે ટેક્સાસના લોકોની પ્રાઇવસી અને સિક્યોરિટી માટે લડવાનું જારી રાખશે.
આ કેસ વિશે સૌથી પહેલા વોલ સ્ટ્રીટ જનરલ (Wall Street Journal)એ રિપોર્ટ કર્યો હતો. તેના પછી ન્યૂઝ એજન્સી રોયટર્સે આ રિપોર્ટનો હવાલો આપીને અહેવાલ પ્રકાશિત કર્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે પેનલ્ટી તરીકે ટેક્સાસ સરકાર હવે કંપની પાસેથી અબજો રૂપિયા માંગે છે.
આ કેસ ઉપર Metaના સ્પોક્સપર્સને જણાવ્યું કે આ દાવા પાયાવિહોણા છે અને તેને લઈને તે પોતાનો બચાવ કરશે. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે પોતાની ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી બંધ કરવાની છે અને અબજો યુઝર્સનો ડેટા ડિલિટ કરી દેશે.
આ પ્રકારના એક કેસમાં ફેસબુક 2020માં 650 મિલિયન ડોલર (લગભગ 50 અબજ રૂપિયા) આપવા માટે સહમત થઈ ગયું હતું. નવા ટેક્સાસ કેસમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લગભગ અઢી કરોડ લોકો પાસે ફેસબુક અકાઉન્ટ છે. ફેસબુકે તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે અને કંપનીની આ વર્તણૂક ચોંકાવનારી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકે ટેક્સાસના લોકોનો બાયોમેટ્રિક ડેટા સેંકડો, હજારો અથવા લાખો વખત નહીં, પરંતુ વારંવાર, અબજો વખત, તેમની સંમતિ વિના મેળવ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર