Elon Musk લાવી શકે છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર-ફેસબુકને આપશે ટક્કર?
Elon Musk લાવી શકે છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર-ફેસબુકને આપશે ટક્કર?
વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરની ટીકા કરી રહ્યા છે. (ફોટો- સોશિયલ મીડિયા)
Elon Musk: એલન મસ્ક માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)ની નીતિઓના વિવેચક રહ્યા છે. તેમણે તાજેતરમાં જ ટ્વિટર પર આઝાદી સાથે પોતાની વાત રાખવાના (Free Speech) મુદ્દા અંગે એક પોલ (Poll) પણ કર્યો હતો.
વોશિંગ્ટન: દુનિયાની સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક (Elon Musk) પોતાનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media platform) શરુ કરવાની તૈયારીમાં છે. રવિવારે તેમણે પોતે આ વાતના સંકેત આપ્યા. એલન મસ્ક માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)ની નીતિઓના વિવેચક રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નવા પ્લેટફોર્મની શક્યતા તપાસી રહેલા એલન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર પર આઝાદી સાથે પોતાની વાત રાખવાના (Free Speech) મુદ્દા અંગે એક પોલ (Poll) પણ કર્યો હતો.
ટ્વિટર પર બોલ્યા મસ્ક, ગંભીરતાથી વિચારી રહ્યો છું
વર્ષ 2022માં 224 અબજ ડોલરની નેટ વર્થ સાથે દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બનેલા એલન મસ્કે નવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાનો સંકેત એક ટ્વિટમાં તેમને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપ્યો. પ્રણય પથોલે (Pranay Pathole) નામના યુઝરે એલન મસ્કને ટેગ કરીને પૂછ્યું હતું કે, ‘શું તેઓ નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર વિચાર કરશે? એક એવું પ્લેટફોર્મ જ્યાં ખુલ્લી રીતે પોતાની વાત રાખવાની છૂટ હોય, જે ફ્રી સ્પીચને પોતાની પ્રાયોરીટીમાં સૌથી ઉપર રાખે. એક એવું પ્લેટફોર્મ જ્યાં પ્રોપગેન્ડા ઓછામાં ઓછું હોય. મારા ખ્યાલથી આ સમયે તેની ખૂબ જરૂર છે.’ પ્રણયની આ ટ્વિટના જવાબમાં એલન મસ્કે કહ્યું કે, ‘હું આ અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છું.’
એલન મસ્કે બે દિવસ પહેલા ટ્વિટર પર એક પોલ પોસ્ટ કરીને લોકો પાસે જવાબ માંગ્યા હતા. આમાં તેમણે યુઝર્સને પૂછ્યું હતું કે શું તેઓ હજુ પણ માને છે કે ટ્વિટર સંપૂર્ણપણે પોતાના સિદ્ધાંતો પર કાયમ છે? તેમણે યુઝર્સને એમ પણ કહ્યું કે તેઓ આ સવાલનો જવાબ સમજી વિચારીને આપે કારણ કે તેના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. એલન મસ્કના આ સવાલનો 70 ટકાથી વધુ લોકોએ જવાબ ‘ના’ આપ્યો છે. ‘હા’ કહેનારા લોકોની સંખ્યા 29 ટકાથી થોડી વધુ છે.
Free speech is essential to a functioning democracy.
Do you believe Twitter rigorously adheres to this principle?
એલન મસ્ક પોતે ટ્વિટર પર ખૂબ સક્રિય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટ્વિટર હવે તેના વાણી સ્વતંત્રતાના સિદ્ધાંતો પર કાયમ રહ્યું નથી અને આમ કરીને તે લોકશાહીને જોખમમાં મૂકી રહ્યું છે. જો એલન મસ્ક ખરેખર પોતાનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવશે, તો તે એવી કંપનીઓની યાદીમાં હશે કે જે પોતાને ફ્રી સ્પીચના હિમાયતી ગણાવીને આ કાર્યમાં રોકાયેલી છે. તેમનું માનવું છે કે ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ લોકોને ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરવા દેતા નથી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર